Bengal Assembly: બંગાળ વિધાનસભામાં ચાલી રહેલા ત્રણ દિવસીય વિશેષ સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ભારે હોબાળો અને મારામારી જોવા મળી. ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો સામસામે આવી જતાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ભાજપે રાજ્યની મમતા સરકારને આડે હાથ લીધી છે.
ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો વચ્ચે મારામારી
પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ખુદ મુખ્યમંત્રી મમતાને ધારાસભ્યોને શાંત પાડવા માટે આવવું પડ્યું. આ ઘટના બાદ ભાજપના ચીફ વ્હીપ શંકર ઘોષને વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે.
আজ পশ্চিমবঙ্গ বিধানসভায় গনতন্ত্র কে হত্যা করলো গনতন্ত্র হত্যাকারী মমতা ও তার দলদাস প্রশাসন... pic.twitter.com/X7XGw2WK2s
— Suvendu Adhikari (@SuvenduWB) September 4, 2025
ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ આ મામલે તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં લોકશાહીની હત્યારી મમતા અને તેમના સહયોગી પ્રશાસન દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી છે.