INDI ગઠબંધનની રેલીને ભાજપે 'સુપર ફ્લોપ' ગણાવી, કહ્યું- 'રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીએ ખાલી ખુરશીઓ આગળ ભાષણ આપ્યું'

ભાજપે દિલ્હીના રામલીલા મેદાનમાં INDI ગઠબંધનની રેલીને 'સુપર ફ્લોપ' ગણાવી છે. સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર ખાલી ખુરશીઓ સામે ભાષણ આપવાનો આરોપ લગાવ્યો અને ભીડના દાવા પર સવાલ ઉઠાવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Nov 2026 07:18 PM (IST)Updated: Sun, 01 Nov 2026 07:18 PM (IST)
sambit-patra-attacks-rahul-gandhi-over-delhi-super-flop-rally-claims-40-per-cent-venue-empty

BJP Sambit Patra INDI Alliance Rally Attack: INDI ગઠબંધન દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલીને ભાજપે સુપર ફ્લોપ ગણાવી છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રેલીમાં ઉપસ્થિત ભીડ પર પણ સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અન્ય નેતાઓને આડેહાથ લીધા છે.

રાહુલ ગાંધી ખાલી ખુરશીઓ આગળ ભાષણ આપતા હતા

ભાજપ પ્રવક્તાએ ઈન્ડી ગઠબંધન દ્વારા રામલીલા મેદાનમાં ભારે ભીડ ઉમટી પડવાના દાવા પર સવાલ ઉઠાવતા પછ્યું કે, મેદાનનો 40 ટકા ભાગ એકદમ ખાલી જ હતો. તેઓ કહેતા હતા કે, 10 લાખ લોકો ઉમટી પડશે, તો ક્યાં છે? રેલીનો વીડિયો શેર કરતાં સંબિત પાત્રાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા છે અને સામે ખુરશીઓ ખાલી છે. કોંગ્રેસ 50 હજારની ક્ષમતા ધરાવતા રામલીલા મેદાનને પણ ભરી નથી શકી. આ એક સુપર ફ્લોપ રેલી છે.

આવા ગતકડાંથી કોઈ નેતા કે પ્રધાનમંત્રી નહી બને

પત્રકારો સાથેની વાતચીતમાં સંબિત પાત્રાએ જણાવ્યું કે, ભાજપ સવારથી જ આ રેલી અને રાહુલ ગાંધીના ભાષણ પર નજર રાખીને બેઠી હતી. જો કે આખરે લાગ્યું કે, આમાં સમય વેડફવા જેવો નથી. એ 10 લાખ લોકો ક્યાં હતા, અમને પણ બતાવો. આવા ગતકડાં કરીને કોઈ નેતા કે પ્રધાનમંત્રી નહીં બને.

PMનો અર્થે માત્ર પ્રાઈમ મિનિસ્ટર જ નથી. અહીં Pનો અર્થ પરસેવો અને Mનો મતલબ મહેનત છે. એક પ્રધાનમંત્રી પોતાના પરસેવા અને આકરી મહેનતથી બને છે. આટલી બધી પાર્ટીઓ અને ઝંડાઓ એકસાથે લાવવા છતાં તમે 10 લાખ લોકો પણ ભેગા નથી કરી શક્યા.