S Jaishankar Targets Bhutto: SCOની બેઠકમાંથી નીકળીને મીટિંગ સિવાય દરેક મુદ્દે બોલ્યા PAKના વિદેશ મંત્રી, આવું કરવું યોગ્ય નથીઃ એસ જયશંકર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 07 May 2023 09:11 PM (IST)Updated: Sun, 07 May 2023 09:17 PM (IST)
s-jaishankar-targets-bhutto-pak-foreign-minister-spoke-on-every-issue-except-the-meeting-after-leaving-the-sco-meeting-this-is-not-right-s-jaishankar

S Jaishankar Targets Bhutto: SCO સમિટમાં સામેલ થયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને ભારતના વિદેશ મંત્રીએ એકવખત હડફેટે લીધા છે. એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને આતંકવાદના પ્રમોટર, પ્રોટેક્ટર અને આતંકવાદ ઉદ્યોગના પ્રવક્તા ગણાવ્યા બાદ પાકિસ્તાનને તેમની જગ્યા દેખાડી છે. એસ જયશંકરે બિલાવલ સાથે હેન્ડશેક કરવાને બદલે દૂરથી જ નમસ્કાર કર્યા હતા. આ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો કેવા છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. પાકિસ્તાન સાથેના સંબંધને લઈને મીડિયામાં ચાલતી તમામ ચર્ચાઓ પર વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે- બિલાવલ ભુટ્ટો SCOમાં વિદેશ મંત્રી તરીકે આવ્યા હતા. પરંતુ બેઠકમાંથી બહાર આવીને તેમણે પ્રેસ કોન્ફરન્સ અને ઈન્ટરવ્યૂમાં SCOના વિષય છોડીને દરેક મુદ્દે નિવેદનબાજી કરી હતી. એસ જયશંકરે કહ્યું કે- જો મારી પાસે એક સારો અતિથિ આવે છે તો હું એક સારો યજમાન હોવું છું.

વિદેશ મંત્રી મૈસૂરમાં એક થિંક ટેન્કના કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા તે દરમિયાન કહ્યું કે- SCO બેઠકના રુમની બહાર બિલાવલ ભુટ્ટોએ ભારતની રાજનીતિથી લઈને કાશ્મીર અને જી20 તેમજ બીબીસીની ડોક્યૂમેન્ટ્રી સહિતના મુદ્દે નિવેદન આપ્યું. જે યોગ્ય ન હતું.

naidunia_image

SCOની બેઠક પછી એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટોના નિવેદનનો સ્પષ્ટ અને ચોટદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે- SCO બેઠકમાં બિલાવલની સાથે વિદેશ મંત્રી જેવો વ્યવહાર કરવામાં આવ્યો, પરંતુ તેઓ આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તાની જેમ વર્તયા હતા. પાકિસ્તાનની એક પણ વાત પર વિશ્વાસ ન મૂકી શકાય. આતંકના પીડિત અને ષડયંત્રકારી ક્યારેય એક સાથે બેસીને વાતચીત ન કરી શકે.

ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવે છેઃ જયશંકર
આ સાથે વિદેશ મંત્રીએ કહ્યું કે- ચીન સાથેની સરહદને લઈને ખોટા સંદર્ભ રજૂ કરવામાં આવે છે, જેમકે જાણકારી આવી કે ચીન પેંગોગ ત્સે પર બ્રીજ બનાવી રહ્યું છે, પરંતુ તે વાત ન જણાવી કે તે વિસ્તારમાં બનાવી રહ્યાં છે જે 1962 કે તે પહેલાથી તેના પર કબજો કર્યો છે. આ પ્રકારના અનેક મોડલ વિલેજ બનાવવાના સમાચાર સામે આવ્યા, આ પણ તેજ વિસ્તાર છે જેના પર 1962 કે તેથી પહેલા તેમણે કબજો જમાવ્યો છે.

ભુટ્ટોને આતંકવાદ ઉદ્યોગના પ્રવક્તા ગણાવ્યા હતા
બિલાવલના નિવેદન પછી વિદેશ મંત્રીએ તેમણે આતંકવાદ ઉદ્યોગના પ્રવક્તા ગણાવ્યા હતા. યજમાન તરીકે આ કડક વલણને લઈને પોતાની નિંદા કરનારાઓને વિદેશ મંત્રી સ્પષ્ટ જવાબ આપ્યો છે.

ચાબહાર પોર્ટ પર પણ ચર્ચા કરી
એસ જયશંકરે ચાબહાર પોર્ટ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે પોર્ટના નિર્માણ માટે ઘણી મહેનત કરવામાં આવે છે. જ્યાં સુધી પાકિસ્તાનના વલણમાં કોઈ ચમત્કારી પરિવર્તન નહીં આવે, પરંતુ મને તેની આશા ઓછી જ છે. આપણે મધ્ય એશિયા સુધી પહોંચ વિકસિત કરવા માટે નવો રસ્તો શોધવો પડશે. ઈરાનમાં પોર્ટ આપણા માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. તે મુશ્કેલ છે કે ઈરાન પ્રતિબંધોને અધીન રહ્યું પરંતુ આપણે સતત પ્રગતિ કરી છે.

શું ચાબહાર પોર્ટ?
ચાબહાર પોર્ટથી ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો વેપાર વધુ આસાન બની જશે. આ ઉપરાંત ચાબહાર પોર્ટને પાકિસ્તાનમાં ચીનની મદદથી બની રહેલા ગ્વાદર પોર્ટનો જવાબ માનવામાં આવે છે. ભારત માટે ચાબહાર પોર્ટ એટલા માટે મહત્વનો છે કેમકે તેમાં ભારત માટે મધ્ય એશિયાથી જોડવા માટેનો સીધો રસ્તો બની જશે અને તેમાં પાકિસ્તાનની કોઈ જ ભૂમિકા નહીં હોય. આ સાથે જ અફઘાનિસ્તાન અને રશિયાથી ભારતનું જોડાણ વધુ મજબૂત થશે. 2016માં થયેલી સમજૂતી મુજબ ભારત ચાબહાર પોર્ટમાં જરુરી માલ સામાન માટે 85 મિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. આ સાથે જ પોર્ટના વિકાસ માટે ભારત 150 મિલિયન ડોલરની લોન પણ આપી રહ્યું છે.