National News: રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (RPI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale) એ રાહુલ ગાંધીના (Rahul Gandhi) વૉટચોરીના આક્ષેપો પર પલટવાર કરીને કોંગ્રેસ (Congress) નેતાને આડેહાથ લીધા છે.
રામદાસ આઠવલેએ જણાવ્યું કે, દેશમાં કોઈ વૉટ ચોરી નથી થઈ રહી, પરંતુ ખરી ચોરી તો કોંગ્રેસના સંગઠનમાં થઈ રહી છે. કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપ સહિત અન્ય સહયોગી પાર્ટીઓના સભ્ય બની રહ્યા છે.
તેમણે રાહુલ ગાંધીને વિપક્ષના સૌથી નિષ્ફળ નેતા ગણાવતા જણાવ્યું કે, રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે નિષ્ફળ સાબિત થઈ ચૂક્યા છે. તેઓ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે વારંવાર નિરર્થક નિવેદનો આપી રહ્ાય છે.
RPIના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેએ જણાવ્યું કે, રાહુલ ગાંધી વોટ ચોરીના આરોપ લગાવીને લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. જો કે તેમનો વોટચોરીનો આરોપ તદ્દન પાયાવિહોણો છે. જે કરોડો ભારતીય મતદાતાઓ તેમજ લાખો ચૂંટણી કર્મચારીઓની પ્રામાણિક્તા પર હુમલો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશ વિકાસના ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે. PM મોદીના નેતૃત્વમાં ભારતની અર્થ વ્યવસ્થા વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી બની ચૂકી છે. જો કે રાહુલ ગાંધી સરકારની નીતિઓની પ્રસંશા કરવાની જગ્યાએ તેને 'ડેડ ઈકોનોમી' કહીને દેશને નબળો પાડી રહ્યા છે.
તેમણે કોંગ્રેસ નેતાને પડકાર ફેંકતા જણાવ્યું કે, જો રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોમાં તથ્ય હોય, તો તેમણે લોકોમાં ભ્રમ ફેલાવવાની જગ્યાએ સીધા ચૂંટણી પંચ સમક્ષ જઈને તમામ પૂરાવા રજૂ કરવા જોઈએ.
વધુમાં RPI અધ્યક્ષે જણાવ્યું કે, રાહુલ ગાંધી ક્યારેક કહે છે કે, મતદાતાઓનો ઉમેરવામાં આવ્યો. ક્યારેક કોંગ્રેસ નેતા દાવો કહે છે કે, મતદાતાઓને હટાવવામાં આવ્યા. જો કે તેમની પાસે પોતાના આરોપોને સાબિત કરવા માટેના કોઈ પુરાવા જ નથી. આજ કારણ છે કે, દેશની જનતાનો રાહુલ ગાંધી પરથી વિશ્વાસ દિન પ્રતિદિન ઘટી રહ્યો છે.
