80th Independence Day: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લાલ કિલ્લા પર 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, તે દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનસ ખડગે અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત બીજા વર્ષે પણ શામેલ નહોતા થયા.
ઉલ્લેખનીય છે કે, સ્વાતંત્ર્ય દિવસ સમારોહમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ પછી તરત જ બેઠક ફાળવવામાં આવી હતી.
બેઠક વ્યવસ્થાને લઈને થયો વિવાદ
અગાઉ, 2024 માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન બેઠક વ્યવસ્થા અંગે મોટો વિવાદ સર્જાયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પરંપરા અને પ્રોટોકોલથી હટીને બીજીથી છેલ્લી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.
વિપક્ષે આનો સખત વિરોધ કર્યો હતો, તેને જનતાનું અપમાન ગણાવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું આયોજન કરનાર સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીને સમ્માનિત કરવા અને તેમને બેસવાની જગ્યા આપવા માટે બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તણાવ
બે મુખ્ય નેતાઓની આ ગેરહાજરી સંસદમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ચોમાસુ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં જોવા મળી રહી છે. ગુરુવારે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવેલા સત્ર દરમિયાન, બંને પક્ષોએ એકબીજા પર સંસદીય કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો.
20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ સંસદ માર્ચથી શરુ થયેલા આ સત્રમાં 12 બિલ પસાર કરવામાં આવ્યા હતા. જોકે, આમાં ફક્ત પેપર લીકને રોકવાના કાયદા પર જ વિસ્તારપર્વક ચર્ચા થઈ શકી હતી.
વિપક્ષે ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો
સત્રના સમાપન પછી, કોંગ્રેસે, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા સાથી પક્ષો સાથે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આયોજિત પરંપરાગત ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો.
