Prime Minister Modi:જોધપુરી બાંધણીથી લઈ રાજસ્થાની-ગુજરાતી છાપ; PM મોદીની પાઘડીમાં જોવા મળે છે ભારતના સાંસ્કૃતિક વારસાના વિવિધ રંગો

Prime Minister Modi:સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગા, રાષ્ટ્રગાન અને લાલ કિલ્લાની પ્રાચીરથી આપવામાં આવતા ભાષણ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રેસકોડ અને ખાસ કરીને માથે પહેરેલી પાઘડી હંમેશા સૌના આકર્ષણનું કેન્દ્ર રહેતુ હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 07:12 PM (IST)Updated: Sat, 15 Aug 2026 07:17 PM (IST)
from-jodhpuri-bandhej-to-rajasthanigujarati-influences-the-colors-of-cultural-heritage-were-visible-in-pm-modis-turbans

Prime Minister Modi:સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગા, રાષ્ટ્રગાન અને લાલ કિલ્લાની પ્રાચીરથી આપવામાં આવતા ભાષણ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રેસકોડ અને ખાસ કરીને માથે પહેરેલી પાઘડી હંમેશા સૌના આકર્ષણનું કેન્દ્ર રહેતુ હોય છે.


વર્ષ 2014માં જોધપુરી બાંધેજ પાઘડીથી શરૂ થયેલો આ સિલસિલો આજે પણ આ પ્રકારની પરંપરા બની ગઈ છે. જેમાં દેશની વિવિધતાથી ભરેલા રંગોની છાટ જોવા મળે છે.

12 વર્ષ બાદ દેશના 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આજે પોશાક મારફતે આ ઉમદા સાંસ્કૃતિક વારસાને આગળ વધાર્યો હતો. આ વખતે તેમની પાઘડીમાં રાજસ્થાની અને ગુજરાતી બાંધેજની છાપ જોવા મળતી હતી.

સફેદ કુર્તાની ઉપર ચોકલેટ-બ્રાઉન જેકેટ અને તેની ઉપર તિરંગાની ઝલક દર્શાવતા કેસરિયા, સફેદ અને લીલા રંગની પટ્ટીઓ તેમના પોશાકને રાષ્ટ્રીય રંગો સાથે ઉત્તમ રીતે જોડેલ હતા.

અગાઉના વર્ષોમાં પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે PM મોદીની પાઘડી તેમની ખાસ ઓળખ બની ગયેલી. આ પાઘડીઓમાં ક્યારેક રાજસ્થાનની લહરિયા અને બાંધણી નજર આવે છે તો ક્યારેક દેશના અન્ય હિસ્સાની રંગ બેરંગી પરંપરાની છબી. દર વર્ષ રંગ, ડિઝાઈન અને બાંધણીનો અંદાજ બદલાતો રહે, જોકે સંદેશ લગભગ એક જ રહેતો-ભારતની વિવિધતા જ તેની સુંદરતા છે.

વર્ષ 2015માં તેમણે પીળા અને અનેક રંગો ધરાવતી ખાસ ડિઝાઈનની પાઘડી પહેરી હતી. વર્ષ 2016માં હલકા ગુલાબી અને પીળા રંગના ટાઈ-એન્ડ-ડાઈ ડિઝાઈન જોવા મળતી. વર્ષ 2017માં લાલ અને પીળા રંગની પરંપરાગત સંયોજન જોવા મળ્યું.

 

વર્ષ 2018માં કેસરિયો રંગ મુખ્ય હતો, જ્યારે વર્ષ 2019માં પણ ભારતીય રંગો અને પરંપરાગત શૈલીને સ્થાન મળ્યું. કોરોના મહામારી વચ્ચે 2020માં આ પરંપરામાં પરિવર્તન જોવા મળ્યું. PMએ કેસરિયા બોર્ડર ધરાવતી સફેદ સ્કાર્ફ પહેરેલો, જે ચહેરાને ઢાકવા માટે ઉપયોગમાં લેવાતો.