Realme 15T 5G Launched in India: Realme 15 Series માં Realme 15T સ્માર્ટફોન ની એન્ટ્રી થઈ છે. જે 7000mAh બેટરી, 4K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ અને 50MP સેલ્ફી કેમેરા જેવા ફીચર્સ સાથે આવશે. આ ફોનની પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેનું વેચાણ પણ શરૂ થઈ જશે. જાણો તેની કિંમત અને અન્ય ખાસિયતો...
7000 mAh ની દમદાર બેટરી
આ ફોનની મુખ્ય ખાસિયત તેની 7000 mAh ની દમદાર બેટરી છે, જે સાથે તે કંપનીનો સૌથી પાતળો સ્માર્ટફોન પણ બન્યો છે. 7000mAh બેટરી 60 વોટ સુપરવૂક ચાર્જિંગ અને 10 વોટ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં એરફ્લો વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ છે.
Realme 15T 5G ફોનનો કેમેરો
Realme 15T 5G ના કેમેરા ફીચર્સ કેમેરાના મામલે પણ આ ફોન ખૂબ જ શાનદાર હશે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ મળશે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા હશે. સેલ્ફી માટે, ડિવાઈસમાં સામેની બાજુએ 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફ્રન્ટ અને રીઅર બંને કેમેરાથી તમે 4K વિડિયો રેકોર્ડ કરી શકશો.
ક્યારથી શરૂ થશે વેચાણ
આ ફોનની પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે અને 5 સપ્ટેમ્બરથી તેનું વેચાણ ફ્લિપકાર્ટ, રિયલમીની ઓફિશિયલ સાઇટ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.
Realme 15T 5G ફોનની કિંમત
- 8 GB RAM/128 GB વેરિઅન્ટની કિંમત - 20,999
- 8 GB RAM/256 GB વેરિઅન્ટની કિંમત - 22,999
- 12 GB RAM/256 GB નું ટોપ વેરિઅન્ટ - 24,999
કેટલું ડિસ્કાઉન્ટ મળશે
લોન્ચ ઓફર્સમાં ગ્રાહકોને પસંદગીના બેંક કાર્ડ્સ પર EMI ટ્રાન્ઝેક્શન દ્વારા ચુકવણી કરવા પર 2000 (ઓનલાઈન) અને ફુલ સ્વાઇપ ટ્રાન્ઝેક્શન પર 1000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. પ્રી બુકિંગ કરનારા ગ્રાહકોને કંપની તરફથી Realme Buds T01 TWS ઇયરબડ્સ ફ્રી મળશે.