Smit Machhar's Health:સ્મિત મચ્છરની તબિયત હવે કેવી છે? ફ્લાઈદુબઈના ભારતીય પાયલટ અંગે UAEથી આવ્યું અપડેટ

કેપ્ટન મચ્છરને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. મંત્રાલય તેમના પરિવાર અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 06:23 PM (IST)Updated: Sat, 03 Oct 2026 06:23 PM (IST)
rapid-improvement-in-smit-machhars-health-mea-and-indian-embassy-in-uae-give-update

Smit Machhar's Health Update:ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં કો-પાયલટ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર ઝડપભેર સ્વસ્થ થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલય (MEA) અને UAE સ્થિત ભારતીય દૂતાવાસે શનિવારે માહિતી આપી કે કેપ્ટન મચ્છરને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. મંત્રાલય તેમના પરિવાર અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.

UAE સ્થિત ભારતીય દુતાવાસે એક પોસ્ટમાં કહ્યું છે કે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિતની ખૂબ જ સારી સારવાર થઈ રહી છે અને તેઓ ઝડપભેર સ્વસ્થ થઈ રહ્યા છે. અમે તેમના પરિવાર અને સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં છીએ તથા શક્ય એટલો સહયોગ આપી રહ્યા છીએ. UAE સરકાર દ્વારા તેમને આપવામાં આવી રહેલ તબીબી સુવિધા માટે અમે તેમને આભાર વ્યક્ત કરી રહ્યા છીએ તથા તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી અપેક્ષા રાખી છીએ. 

શું છે સમગ્ર કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટદુબઈ પ્લેન જ્યારે ઉડ્ડાન ભરી તે સમયે ઓમાનના એક કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કરી વિમાનને પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો હતે, જેમાં તે ઈજાગ્રસ્ત થવા છથાં તેના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.

આરોપ છે કે કો-પાયલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. UAEના એટોર્ની જનરલે કહ્યું કે અલ હમ્મમીએ આતંકવાદી કૃત્ય કરી તેને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો અને વિમાન હવામાં જ તેનું સંચાલન ઉપકરણો પર નિયંત્રણ હાંલ કરવાની કોશિશ કરી. 

કોકપિટમાં હિંસક ઝપાઝપી દરમિયાન વિમાન બે મિનિટમાં જ 16 હજાર ફૂટ નીચે આવી ગયું.ઈજાગ્રસ્ત સ્થિતિમાં સ્મિતે કોકપિટનો દરવાજો ખોલી નાંખ્યો અને ત્યારબાદ ક્રુ, યાત્રીઓ અને બે ઓફ-ડ્યુટી પાયલટે સાથે મળી કો-પાયલટને સામનો કર્યો. ત્યારબાદ વિમાનને સાઉદી અરબના તબુકમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. આ ઘટનામાં 180 યાત્રીનો બચાવ થયો હતો.