Ram Mandir Live Telecast: ઘરે બેઠા 4k વીડિયો ક્વોલિટીમાં જોઈ શકશો પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ, જાણો સંપૂર્ણ વિગતો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 16 Jan 2024 11:44 AM (IST)Updated: Tue, 16 Jan 2024 01:17 PM (IST)
ram-mandir-pran-pratishtha-live-telecast-on-doordarshan-and-youtube-links-for-pran-pratishtha-ceremony-in-ayodhya

Ram Mandir Pran Pratishtha Live Telecast: આજથી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થવાની છે. આને લઈને અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. પીઅમ મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શું થશે, કોન આવી રહ્યું છે અને ક્યાં પ્રકારે પૂજા થશે કે સૌ કોઈ જોવા માગે છે. ત્યારે તમામ લોકો ઘરે બેઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના માહિતી એકમ પીઆઈબી (PIB)ના જણાવ્યા અનુસાર, દેશના તમામ લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના સાક્ષી બની શકે તે માટે દૂરદર્શન (DD) દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીડી દ્વારા સંપૂર્ણ પ્રસારણ કરવામાં આવશે, જેને લઈને અયોધ્યા રામ મંદિર અને તેની આસપાસ 40 કેમેરા લગાવશે. સંપૂર્ણ કાર્યક્રમનો 4Kમાં પ્રસારણ કરાવશે.

PIB પ્રમાણે, આ પ્રસારણની ફિડ દૂરદર્શન દ્વારા અન્ય ચેનલોને પણ આપવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ કાર્યક્રમની ફીડ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે શેર કરવામાં આવશે. તમામ ટીવી ચેનલો જે એએનઆઈના સબસ્ક્રાઈબર છે, તે ત્યાંથી ફીડ લઈ શકે છે. યૂટ્યબ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેનું પ્રસારણ કરવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.