રામ મંદિરમાં ચઢાવાની ગણતરી કરનાર કર્મચારીઓએ જ કર્યો પર્દાફાશ: ચંપત રાયને મોકલ્યો હતો શૌચાલયમાં છુપાવેલી નોટોનો વીડિયો

ચાર્જશીટ અનુસાર, ઘટનાનો પ્રાથમિક વીડિયો અને લેખિત સંદેશ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મોકલવામાં આવ્યો હતો. 4 જૂનના રોજ જ્યારે ચંપત રાય દિલ્હીથી અયોધ્યા જઈ રહ્યા હતા, ત્યારે આનંદ કુમાર ચૌધરીએ તેમને બે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી એક વીડિયો અને સંદેશ મોકલ્યો હતો. આ વીડિયોમાં બાથરૂમની અંદર ચલણી નોટોના બંડલ છુપાવેલા જોવા મળ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 05 Oct 2026 11:06 AM (IST)Updated: Mon, 05 Oct 2026 11:06 AM (IST)
ayodhya-ram-mandir-donation-theft-chargesheet-filed-police-67-accused
અયોધ્યા રામ મંદિર

Ram Mandir Donation Theft Case: અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતી દાન અને ચઢાવાની રકમની ચોરીના ચર્ચાસપદ મામલે પોલીસે સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ તબક્કાવાર રજૂ કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ પરથી સ્પષ્ટ થાય છે કે મંદિરમાં રોકડ ગણતરી કરતા કર્મચારીઓએ જ ચોરી પાછળ સક્રિય વિશાળ જૂથનો પર્દાફાશ કર્યો હતો. આ ચોરીમાં કુલ 67 વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે.

વોટ્સએપ વીડિયો અને મેસેજથી ટ્રસ્ટને જાણ થઈ

ચાર્જશીટ અનુસાર, ઘટનાનો પ્રાથમિક વીડિયો અને લેખિત સંદેશ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મોકલવામાં આવ્યો હતો. 4 જૂનના રોજ જ્યારે ચંપત રાય દિલ્હીથી અયોધ્યા જઈ રહ્યા હતા, ત્યારે આનંદ કુમાર ચૌધરીએ તેમને બે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી એક વીડિયો અને સંદેશ મોકલ્યો હતો. આ વીડિયોમાં બાથરૂમની અંદર ચલણી નોટોના બંડલ છુપાવેલા જોવા મળ્યા હતા.

બીજા દિવસે, 5 મેના રોજ, ટ્રસ્ટીઓ ડૉ. અનિલ કુમાર મિશ્રા, ગોપાલ રાવ અને નરેન્દ્ર કારસેવકપુરમ ખાતે ચંપત રાયના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં લેપટોપ પર વીડિયો જોતા સ્પષ્ટ થયું હતું કે ગણતરી કરનાર કર્મચારીઓ દાનની રકમ ગણતી વખતે ચોરી કરી રહ્યા હતા. ગણતરી રૂમમાંથી અનેક દિવસોથી પૈસા ચોરાઈ રહ્યા હતા. જોકે, ચોરાયેલી કુલ 2.25 લાખની રકમ બાદમાં સફળતાપૂર્વક પાછી મેળવી લેવામાં આવી હતી.

સાક્ષી આનંદ ચૌધરીએ વર્ણવ્યો આખો ઘટનાક્રમ

સાક્ષી આનંદ ચૌધરીના જણાવ્યા મુજબ, 4 જૂનના રોજ શિફ્ટ પૂરી કરીને ઘરે જતા સમયે ગણતરી રૂમમાં હાજર બેંક અને ટ્રસ્ટ બંનેના પ્રતિનિધિઓએ તેમને રોક્યા હતા. આ જૂથમાં સત્ય (બેંક કર્મચારી), વિનય શ્રીવાસ્તવ (ટ્રસ્ટ પ્રતિનિધિ) અને કર્મચારીઓ મદન ગોપાલ નિગમ, આકાશ ગૌર, રિતિક સિંહ વગેરે સામેલ હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે 3 જૂનના રોજ બીજી શિફ્ટમાં રોકડ ગણતરી વખતે કરુણેશ પાંડે, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા અને અનુકલ્પ મિશ્રા દાનની રકમ ચૂપચાપ ટેબલની નીચે કમર પાસે છુપાવી રહ્યા હતા.

શૌચાલયમાંથી મળી આવી રોકડ રકમ

4 જૂનના રોજ સંત પ્રસાદ વર્મા નામના કર્મચારીએ અવિનાશને ચોરી કરતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ અંગે ચર્ચા કરવા માટે આરોપીઓ શૌચાલયની પાછળ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બેંક અને ટ્રસ્ટના અધિકારીઓએ નોટ ગણવાના રૂમની તપાસ શરૂ કરી હતી.

પકડાઈ જવાની બીકે આરોપીઓએ ચોરાયેલી રોકડ શૌચાલયમાં છુપાવી દીધી હતી, જે તપાસ દરમિયાન મળી આવી હતી. ત્યારબાદ વિનય શ્રીવાસ્તવે મળી આવેલી રકમને એક બોક્સમાં સુરક્ષિત રાખીને સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.