Raj Thackeray: રાજ ઠાકરેએ પૂછ્યા પ્રશ્નો- અડવાણી મિશનરી સ્કૂલ ગયા હતા, શુ તેમના હિન્દુત્વ પર કોઈ શંકા કરશે

'આવાજ મરાઠીચા' નામની વિજય રેલીમાં બોલતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ ભાષાને લગતો મુદ્દો ઉઠાવ્યો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 05 Jul 2025 06:35 PM (IST)Updated: Sat, 05 Jul 2025 06:51 PM (IST)
raj-and-uddhav-thackeray-unite-slam-bjp-over-language-row

Raj Thackeray: મહારાષ્ટ્રના રાજકીય મોરચે વ્યાપક પ્રમાણમાં રાજનીતિમાં હલચલ ચાવી રહી છે. 20 વર્ષ બાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આજે એક મંચ પર જોવા મળ્યા હતા. બન્નેએ ભાજપ પર ભારે પ્રહારો કર્યા હતા. 'આવાજ મરાઠીચા' નામની વિજય રેલીમાં બોલતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ ભાષાને લગતો મુદ્દો ઉઠાવ્યો.

મહારાષ્ટ્ર (Maharashtra Politics) સહિત સમગ્ર દેશમાં હિન્દી થોપવાના આરોપમાં કેન્દ્ર પર નિશાન તાકતા રાજ ઠાકરેએ પૂછ્યું કે શું ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની મિશનરી સ્કૂલમાં શિક્ષણ તેમના હિન્દુત્વ પર કોઈ સંદેહ પેદા કરી શકે છે

રાજેએ મનસે અને શિવસેના (UBT) કાર્યકર્તાઓની એક વિશાળ સંયુક્ત રેલીમાં કહ્યું કે ત્યા સુધી કે શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેએ પણ અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો હતો અને અંગ્રેજી અખબાર માટે કામ કર્યું હતું, જોકે મરાઠીની સ્થિતિ સાથે ક્યારેય બાંધછોડ કરી ન હતી.

શું કોઈને અડવાણીના હિન્દુત્વ પર શંકા થશે?
આશરે 20 વર્ષ પછી પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે સ્ટેજ શેર કરી રહેલા રાજ ઠાકરેએ હિન્દુત્વ અંગે બંને પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. તેમણે કહ્યું કે અમારા બાળકો અંગ્રેજીમાં ભણે છે.

મારા પિતા અને કાકા અંગ્રેજી માધ્યમમાં ભણેલા હતા. શું તમે તેમના પર શંકા કરી શકો છો?

રાજે વધુમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ સેન્ટ પેટ્રિક હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જે એક મિશનરી સ્કૂલ છે. શું આપણે તેમના હિન્દુત્વ પર શંકા કરવી જોઈએ?

હિન્દી ભાષા વિવાદ શું છે?
હકીકતમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર દ્વારા અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાના નિર્દેશ પર હોબાળો મચી ગયો છે. સરકારે 16 એપ્રિલના રોજના પોતાના આદેશમાં હિન્દીને ફરજિયાત બનાવ્યું હતું પરંતુ વિરોધને પગલે 17 જૂને હિન્દીને વૈકલ્પિક ભાષા બનાવવામાં આવી.