Rainfall Surges:દેશમાં ચોમાસાનો વેગ વધતા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ 42 ટકાથી વધારે વરસાદ ખાબક્યો, છેલ્લી સ્થિતિ શું છે તે જાણો

વરસાદ માટે આ મહિનાનું પ્રથમ સપ્તાહ ખૂબ જ સારું રહ્યું છે, કારણ કે આ સપ્તાહમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 1લીથી 7 જુલાઈ વચ્ચે 80 મિલીમીટર (MM) વરસાદ થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 08 Jul 2026 06:58 PM (IST)Updated: Wed, 08 Jul 2026 06:58 PM (IST)
rainfall-surges-42-per-cent-in-first-week-of-july-monsoon-likely-to-cover-entire-country-soon

Rainfall Surges In Monsoon:દેશમાં ચોમાસાએ ઝડપ પકડી છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ખૂબ જ સારો વરસાદ થયો છે. ચોમાસું હવે દેશમાં બાકીના હિસ્સામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં તે સમગ્ર દેશમાં વ્યાપી જવાની શક્યતા છે. જૂન મહિના દરમિયાન ચોમાસું નબળું રહ્યું હતું અને વરસાદમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે હવે વરસાદનો વ્યાપ વધી રહ્યો છે. 

જુલાઈ મહિનામાં કેટલો થયો વરસાદ

વરસાદ માટે આ મહિનાનું પ્રથમ સપ્તાહ ખૂબ જ સારું રહ્યું છે, કારણ કે આ સપ્તાહમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 1લીથી 7 જુલાઈ વચ્ચે 80 મિલીમીટર (MM) વરસાદ થયો છે, જ્યારે આ અવધિમાં સામાન્ય વરસાદનો આંકડો 56.3 MM છે. આ રીતે જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન 42 ટકાથી વધારે વરસાદ થયો છે.

અત્યાર સુધીમાં કૂલ કેટલો થયો વરસાદ

જુલાઈ મહિનામાં ભલે ચોમાસાની ઝડપ પકડી લીધી છે. જોકે આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી વરસાદમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી મળેલી આંકડાકીય માહિતી પ્રમાણે 1 જૂનથી 7 જુલાઈ વચ્ચે દેશભરમાં કૂલ 183.3 MM વરસાદ થયો છે. જ્યારે આ અવધિમાં સામાન્ય વરસાદના આંકડા 221.6 MM છે. આ આંકડાકીય માહિતીને જોતા વર્તમાન ચોમાસાની સિઝનમાં 7 જુલાઈ સુધીના વરસાદમાં 17 ટકાનો ઘટાડો આવ્યો છે. વરસાદ માટે જૂન મહિનો ખરાબ મહિનો સાબિત થયો હતો.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના ઉત્તરી અરબ સાગર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકી હિસ્સામાં આગળ વધવાને લઈ અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. તેમ છતાં ચોમાસાને સમગ્ર દેશમાં પહોંચવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.જોકે 9 જુલાઈથી દેશના મધ્ય ભાગમાં ચોમાસામાં વરસાદમાં ઘટાડો થવાની શક્યતા છે.