"મોંઘવારી માનવ મોદીની ફરી સ્ટ્રાઇક", પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ચોથી વાર ભાવ વધારો નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 25 May 2026 03:07 PM (IST)Updated: Mon, 25 May 2026 03:07 PM (IST)
rahul-gandhi-slams-pm-modi-on-fuel-price-hike-mehangai-men-modi
HIGHLIGHTS
  • રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

Petrol-Diesel Price Hike: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સોમવારે ઇંધણની કિંમતોમાં થયેલા સતત વધારાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ઇંધણના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન પર નિશાન સાધતા તેમને "મોંઘવારી માનવ મોદી" કહીને કટાક્ષ કર્યો હતો.

ચૂપચાપ ખિસ્સા કાપી રહી છે સરકાર

સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વારંવાર વધારો કરીને સરકાર ગ્રાહકો પર મોટો આર્થિક બોજો નાખી રહી છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જનતાનો ગુસ્સો ઓછો કરવા માટે ઇંધણના ભાવ હપ્તે-હપ્તે વધારવામાં આવી રહ્યા છે, જેથી "ચૂપચાપ તમારા ખિસ્સા કપાતા રહે". 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "હું મહિનાઓથી આર્થિક વાવાઝોડું આવવાની વાત કહી રહ્યો હતો. પરંતુ મોદીજી ત્યારે હંમેશાની જેમ ચૂંટણીમાં વ્યસ્ત હતા, અને ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા મોંઘુ કરી દીધું."

ચૂંટણીના વચનો અને ખિસ્સા પર પ્રહાર

રાહુલ ગાંધીએ પીએમ મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા-મોટા વચનો આપે છે, પરંતુ ત્યારબાદ નાગરિકો પર આર્થિક બોજો નાખી દે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "મોંઘવારી માનવ મોદીનું એક જ કામ છે - ચૂંટણીમાં વચનો આપવા અને બાકીના સમયે જનતાના ખિસ્સા પર પ્રહાર કરવો."

બે અઠવાડિયામાં ચોથી વખત ભાવ વધારો

વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારોમાં સતત થઈ રહેલી વધઘટ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે, છેલ્લા બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે.

સોમવારે થયેલા નવા ભાવ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 2.61 રૂપિયા વધીને 102.12 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 2.71 રૂપિયા વધીને 95.20 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આમ, કુલ મળીને બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં 7 રૂપિયાથી વધુનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

  • 15 મે: 3 રૂપિયા પ્રતિ લીટરે વધારો.
  • 19 મે: 90 પૈસા પ્રતિ લીટરે વધારો.
  • 23 મે: પેટ્રોલ 87 પૈસા-ડીઝલ 91 પૈસા મોંઘુ