Rahul Gandhi Supreme Court 10 Demands: રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી સ્પેસિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) 2026 પ્રક્રિયાને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમણે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને દિલ્હીમાં ચાલી રહેલી SIR કામગીરી પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની અને ચૂંટણી પંચ (EC)ની પારદર્શિતા સામે સવાલો ઉઠાવીને 10 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે.
અરજીમાં કરાયેલી મુખ્ય 10 માંગણીઓ
આ પણ વાંચો
રાહુલ ગાંધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને મતદાતાઓના અધિકારોના રક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. અરજીની મુખ્ય માંગણીઓ જોઈએ તો -
- SIR પ્રક્રિયા પર તાત્કાલિક રોક: દિલ્હીમાં હાથ ધરાયેલી આ સ્પેસિયલ રિવિઝન કામગીરીને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે.
- ડેટાની સુસંગતતા અને પારદર્શિતા: ચૂંટણી પંચ દ્વારા વોટર લિસ્ટમાંથી નામો હટાવવા અથવા સુધારવા માટે અપનાવવામાં આવતા ક્રાઈટેરિયાને સાર્વજનિક કરવામાં આવે.
- અગાઉથી નોટિસ અને સુનાવણી: કોઈપણ મતદાતાનું નામ લિસ્ટમાંથી કાપતા પહેલાં તેને લેખિત નોટિસ આપવી અને સુનાવણીની પૂરતી તક આપવી ફરજિયાત બનાવવામાં આવે.
- ડિજિટલ રેકોર્ડ જાહેર કરવો: વિસંગતતા ધરાવતા 33 લાખ નામોની યાદી રાજકીય પક્ષો અને સામાન્ય જનતા સમક્ષ યોગ્ય પુરાવા સાથે મૂકવામાં આવે.
- સ્વતંત્ર ઓડિટ: મતદાતા યાદીની ચકાસણી માટે એક નિષ્પક્ષ કે અદાલતી દેખરેખ હેઠળની કમિટીની રચના થાય.
- ગેરરીતિ આચરનાર સામે કાર્યવાહી: મતદાતા યાદી સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કે ભૂલ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય.
- BLOના કામકાજ પર સર્વેલન્સ: બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા થતી ડોર-ટુ-ડોર ચકાસણીનું ઓનલાઈન અને ચોક્કસ રેકોર્ડિંગ રાખવામાં આવે.
- અપીલ કરવા માટે પૂરતો સમય: જે નાગરિકોના નામ રદ કરવામાં આવ્યા છે તેમને પુનઃઅરજી કે અપીલ કરવા માટે પૂરતો સમય ફાળવવામાં આવે.
- ઓનલાઈન પોર્ટલમાં સુધારો: ઈ-ઈલેક્ટોરલ રોલ અને ECના પોર્ટલ પર ડેટા અપડેટ કરવાની સિસ્ટમ વધુ સરળ અને પારદર્શક બનાવવી.
- મતદાનના અધિકારની ગેરંટી: આ સુધારા પ્રક્રિયા દરમિયાન કોઈપણ કાયદેસરનો નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેની સુપ્રીમ કોર્ટ ખાતરી કરાવે.
વિપક્ષના આક્ષેપો અને રાજકીય માહોલ
કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે SIR પ્રક્રિયાના નામે લાખો કાયદેસરના મતદાતાઓના નામ યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી આગામી ચૂંટણીઓની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. જોકે, ચૂંટણી પંચે અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ યોગ્ય મતદાતાનું નામ કાપવામાં આવશે નહીં. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર દેશભરની નજર ટકેલી છે.
