Rahul Gandhi Statement: રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા નિવેનદને કારણે ભારતમાં રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ ભારત અર્થવ્યવસ્થાથી લઈને વૈશ્વિક લેવલે ભારતની રાજનીતિને લઈ અનેક સવાલો કર્યા છે. જે બાદ બીજેપીએ રાહુલ ગાંધી સામે મોરચો ખોલ્યો છે. હવે એક ફરી એકવાર તેમના નિવેદન નવી ચર્ચા શરુ કરી છે.
ભારતને સાઈડ પ્લેયર ગણાવતા વિવાદ
હકિકતમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં આવેલી યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતે બોલતા તેમણે વૈશ્વિક રાજનીતિના મામલે ભારતને સાઈડ પ્લેયર ગણાવતા બબાલ મચ્યો છે. તેમણે આગળ કહ્યું કે, ભારતે ઈન્ટરનેશનલ લેવલે સ્વતંત્રરુપે દિશા આપવાની કેપેબિલિટી ગુમાવી દીધી છે, જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન જેવા સક્ષમ દેશો સાથે જોડાયોલ છે.
રાહુલ ગાંધીએ ભારતની વૈશ્વિક ભુમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા
આ પહેલા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની એક તસવીર શેર કરીને ભારતની વૈશ્વિક ભુમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ કિરણ રિજિજુથી લઈને અનેક બીજેપી નેતાએ રાહુલ ગાંધીએ સામે પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ભારતની ભૂ રાજકીયને લઈને ભારતની હંમેશા ઉંડી અને સમજણપૂર્વકની વિચારસરણી રહી છે. ભારત પોતાના કદને આધારે વૈશ્વિકસ્તરે હંમેશા મહત્વનું પરિબળ રહ્યો છે.
રાહુલે વધુમાં કહ્યું કે, ભારતે ઈન્ટરનેશનલ લેવલે સંબંધોમાં એક ઈન્ડીપેન્ડન્ટ એપ્રોચ અપનાવ્યો છે. જેમા કુટનિતિક ભાગીદારીથી લઈને વૈશ્વિક ઘટનાઓ મામલે એક સ્વતંત્રી વિચાર પણ સામેલ છે.
ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે પણ બોલ્યા રાહુલ ગાંધી
અમેરીકામાં રાહુલ ગાંધીએ ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પણ નિવેદન આપ્યું છે. આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે પાકિસ્તાનના એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પુછ્યું કે, ભારત અને પાકિસ્તાન સાથે કામ કરી શકે છે? ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે, ના આ સંભવ નથી, કારણ કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે.
તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું કે, શું વિદેશી નેતા સાથે વ્યક્તિગત સંબંધ ભારતની વિદેશી નિતિનો આધાર બની શકે. જિયો પોલિટિકલ આ રીતે ન ચાલી શકે.
બીજેપીએ રાહુલ ગાંધી સામે ખોલ્યો મોરચો
તો બીજી તરફ રાહુલ ગાંધીના આરોપ બાદ બીજેપીએ પણ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશમાં જઈએ હંમેશા ભારતને બદનામ કરે છે. જેના કારણે ઈન્ટરનેશનલ લેવલે ભારતી છબી ખરાબ થાય છે. બીજેપીએ રાહુલ ગાંધીના આ નિવેદનને ગેરજવાબદારી ભર્યું ગણાવ્યું છે. સાથે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ નેતાએ જિયોપોલિટિકલ અંગે કોઈ નોલેજ નથી. આ ઉપરાંત બીજેપીએ રાહુલ ગાંધીને પાકિસ્તાનના હિતેચ્છુ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અને તેમને પાકિસ્તાનના ફેન બોય ગણાવ્યા હતા.
