રાહુલ ગાંધીના આરોપ બાદ કિરણ રિજિજુએ કર્યો પલટવાર, કોંગ્રેસને પૂછ્યા 4 સવાલ, જાણો કઈ ઘટના અંગે માફી માગવા કહ્યું?

રાહુલ ગાંધીએ PM મોદીને 'સમાધાનકારી PM' કહી G3 ફોટોમાં ભારતની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા. કિરણ રિજિજુએ કોંગ્રેસને 1962ના યુદ્ધ અને આર્થિક સ્થિતિ સહિત 4 સવાલ પૂછી પલટવાર કર્યો.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 21 Nov 2026 10:12 AM (IST)Updated: Sat, 21 Nov 2026 10:12 AM (IST)
following-rahul-gandhi-allegations-kiren-rijiju-challenged-the-congress-to-provide-answers-to-four-questions
રાહુલ ગાંધી અને કિરણ રિજિજુ

Kiren Rijiju on Rahul Gandhi: વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવેલા આરોપ બાદ રાજકારણ ગરમાયું છે. જી-3 મા ભારતની ગેરહાજરી અંગે સવાલો ઉઠવ્યા હતા જે બાદ બીજેપી નેતા કિરણ રિજિજુએ પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી અંગે સમાધાનકારી PM શબ્દનો ઉપયોગ કર્યો હતો જે બાદ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર આજે પ્રહારો કર્યો છે.

કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના આરોપ બાદ ચાર સવાલોના જવાબ આપવા માટે પડકાર ફેંક્યો છે. તેમણે 1962 ના ભારત-ચીન યુદ્ધ સાથે સાથે કોંગ્રેસના સમયમાં ભારતની આર્થિક સ્થિતિ અંગે સવાલો કર્યા છે.

બીજેપી નેતાએ કોંગ્રેસને ફેંક્યો પડકાર

રાહુલ ગાંધીના આરોપ બાદ હવે બીજેપીએ કોંગ્રેસને ઘેરી છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, 1962 ના સમયગાળા દરમિયાન જ્યારે યુદ્ધ થયું ત્યારે ચીને અમારા ગામ પર કબજો કરી લીધો હતો. તેમણે પહેલો પ્રશ્ન કરતા કહ્યું કે, આ ઘટના અંગે કહ્યું કે શું ક્યારેય કોંગ્રેસે માફી માંગી? બીજા પ્રશ્નમાં કિરણ રિજિજુંએ કહ્યું કે, કોંગ્રેસે ભારતને એક ગરીબ દેશ બનાવીને રાખ્યો. કેમ? જ્યારે ત્રીજો પ્રશ્ન કરતા કહ્યું કે, પહેલા ભારતને સાપ પકડનારાનો દેશ કેમ કહેવામાં આવતો હતો? ચોથા પ્રશ્નમાં મંત્રીએ અર્થવ્યવસ્થા અંગે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતની ઈકોનોમીને હિન્દુ રેટ ઓફ ઈકોનોમી કહીને અપમાનિત કરવા પાછળનું કારણ શું? આમ કિરણ રિજિજુએ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થયેલી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે.

કેમ શરુ થયો આ વિવાદ?

આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સમાધાનકારી પ્રધાનમંત્રી કહ્યા. હકિકતમાં રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતનની એક તસવીર શેર કરી હતી. જેમાં ત્રણેય નેતાઓ એક સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા સમયે તેમણે લખ્યું કે, જો હાલમાં કોંગ્રેસની સરકાર દેશમાં હોત તો આ તસવીરમાં ભારતના પ્રધાનમંત્રી પણ જોવા મળત.

રાહુલ ગાંધીએ પીએમને 'સમાધાનકારી પ્રધાનમંત્રી' કહ્યા

કોંગ્રેસ નેતાએ પીએમ મોદી પર પ્રહાર કરવા માટે 'સમાધાનકારી પ્રધાનમંત્રી' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમની આ ટિપ્પણી ચીનના શેનઝેનમાં યોજાયેલ એપીઈસી સંમેલન બાદ આવી છે. આ સંમેલનમાં ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન હાજર હતા. જેમની તસવીર વાયરલ થઈ હતી. આ ત્રણેયના ગ્રુપને જી-3 કહેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ખુબ વિવાદ થયો અને બીજેપીએ કોંગ્રેસ સામે અનેક આરોપ લગાવી દીધા.