Raghav Chadha Lost Followers: રાઘવ ચઢ્ઢા BJP સાથે જોડાતા 24 કલાકમાં જ 10 લાખથી વધુ ફોલોઅર્સ ગુમાવ્યા, શું લોકોને આ પસંદ ન આવ્યું?

Raghav Chadha Lost Followers on Instagram: રાજધાની દિલ્હીમાં રાજકીય મોરચે મોટો ઊલટ ફેર જોવા મળ્યો છે અને રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 25 Apr 2026 05:11 PM (IST)Updated: Sat, 25 Apr 2026 05:11 PM (IST)
raghav-chadhas-change-of-party-did-not-go-down-well-with-users-lost-over-1-million-followers-in-24-hours

Raghav Chadha Lost Followers on Instagram: રાજધાની દિલ્હીમાં રાજકીય મોરચે મોટો ઊલટ ફેર જોવા મળ્યો છે અને રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા છે. આ સાથે તેમની સાથે રાજ્યસભાના છ સાંસદોએ પણ ભાજપ સાથે જોડાયા છે. અને પાર્ટને નેતૃત્વમાં તેમના બાકી સાંસદોને એકજૂટ રાખવા કામ કરી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાનું આ પગલું છેલ્લા કેટલાક સપ્તાહથી ચર્ચામાં હતું, ખાસ કરીને ત્યારથી કે જ્યારે તેઓ રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. રાજકીય મોરચે તેને અરવિંદ કેજરીવાલ અને ચઢ્ઢા વચ્ચે વધી રહેલા અંતર તરીકે જોવામાં આવતું હતું.

ઈન્સ્ટા ફોલોઅર્સમાં આવ્યો ધરખમ ઘટાડો
ભાજપમાં સામેલ થવાની સાથે જ ચઢ્ઢાને સોશિયલ મીડિયા પર ભારે ઝાટકો લાગ્યો છે. આંકડા પ્રમાણે પાર્ટી બદલીને ભાજપ સાથે જોડાયા તેના 24 કલાકમાં જ તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં 10 લાખથી વધારે ઘટાડો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર 1.46 કરોડ ફોલોઅર્સ હતો, જે શનિવારે બપોરે 2 વાગ્યા સુધી ઘટીને 1.35 કરોડ હતા. એટલે કે એક દિવસથી પણ ઓછા સમયમાં તેના ફોલોઅર્સ બેઝમાં મોટો ઘટાડો થયો છે. NCP નેતા અનીશ ગાવંડેએ દાવો કર્યો છે કે ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા ઝેન જી અનફોલો અભિયાનને લીધે રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. આમ ઈન્સ્ટાગ્રામ કોઈ પણને રાતોરાત હિરો બનાવી શકે છે તો કોઈને જીરો પણ બનાવી શકે છે.