Donald Trump News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ 15 ઓગસ્ટે અલાસ્કા ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ મુલાકાતની જાહેરાત કરી અને કહ્યું કે વધુ માહિતી પછીથી આપવામાં આવશે. આ બેઠકનો મુખ્ય હેતુ યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા પર ચર્ચા કરવાનો રહેશે.
યુક્રેન સાથેના યુદ્ધને લઈને થશે વાતચીત
આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ખૂબ જ જલ્દી મળશે. તેમણે ઘણા અઠવાડિયા સુધી એ વાત પર નિરાશા વ્યક્ત કરી હતી કે યુદ્ધને શાંત કરવા માટે વધુ પગલાં લેવાઈ રહ્યા નથી. ટ્રમ્પ એવું પણ સૂચન કર્યું કે રશિયન નેતા સાથેની તેમની મુલાકાત યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથેની કોઈપણ બેઠક પહેલા થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પહેલા પણ થઈ શક્યું હોત પરંતુ કમનસીબે લોકોને સુરક્ષા વ્યવસ્થા કરવી પડે છે. નહીં તો હું તેને વધુ જલ્દી કરત. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે પુતિન પણ વહેલી તકે મળવા માંગશે અને તેઓ આ વાત સાથે સહમત છે. તેમણે ઉમેર્યું કે આની જાહેરાત ખૂબ જલ્દી કરવામાં આવશે.