Maharashtra Language Row: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને ગઈકાલે શિવસેના (યૂબીટી) ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે લાંબા સમય પછી એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. બંને પિતરાઈ ભાઈઓએ મરાઠી ભાષાને લઈને એકતા બતાવી હતી. ત્યારે હવે કમાંડો ફોર્સના એક પૂર્વ જવાને રાજ ઠાકરને પ્રશ્ન કર્યો છે અને પૂછ્યું છે કે, મુંબઈ પર આતંકી હુમલા દરમિયાન તમારા યોદ્ધાઓ ક્યાં હતા? આ જવાનનું નામ પ્રવીણ કુમાર તેવટિયા છે.
પ્રવીણ કુમાર તેવટિયાએ 26/11 મુંબઈ હુમલા દરમિયાન અનેક લોકોની જાન બચાવી હતી. તેને તાજ હોટલમાં 150 લોકોને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે, 'મેં 26/11 ના રોજ મુંબઈ બચાવ્યું. મેં મહારાષ્ટ્ર માટે લોહી વહાવ્યું. હું યુપીનો છું. મેં તાજ હોટેલ બચાવી. રાજ ઠાકરેના કહેવાતા યોદ્ધાઓ ક્યાં હતા? દેશને વિભાજીત ન કરો. સ્મિતને કોઈ ભાષાની જરૂર હોતી નથી.'
I saved Mumbai on 26/11.
— Adv Praveen Kumar Teotia (@MarcosPraveen) July 5, 2025
I bleed for Maharashtra.
I'm from UP.
I saved the Taj Hotel.
Where were Raj Thakre's so Called Warriors?
Don't divide the Nation.
Smiles don't require any Language. https://t.co/z8MBcdcTAW pic.twitter.com/uZAhM4e6Zq
પ્રવીણ કુમાર તેવટિયાએ આ પોસ્ટમાં એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે યૂનિફોર્મમાં હસતાં જોવા મળી રહ્યા છે અને તેમના બુલટપ્રૂફ જેકેટ પર યૂપી લખેલું છે અને ગળામાં ગન જોવા મળી રહી છે. પ્રવીણ કુમાર તેવટિયા મરીન કમાંડો ફોર્સ (માર્કોસ)માં રહી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, પ્રવીણ કુમારે મુંબઈ હુમલા દરમિયાન તેની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમની ટીમ તાજ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના અભિયાનમાં જોડાઈ હતી. આ દરમિયાન પ્રવીણ ઘાયલ પણ થયા હતા. તેમને ચાર ગોળી પણ વાગી હતી. પરંતુ, તેમની ઝડપી કાર્યવાહીએ ઓછામાં ઓછા 150 લોકોની જાન બચાવી હતી.
