કર્ણાટક: PM મોદીના કાફલાના હેલિકોપ્ટરમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, મૈસૂરમાં રોકવું પડ્યું

મૈસૂરના જયાચમરાજા વાડિયાર હેલીપેડ પર વાયુસેનાનું હેલિકોપ્ટર રોકવાની પડી ફરજ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Nov 2026 05:49 PM (IST)Updated: Sat, 14 Nov 2026 05:49 PM (IST)
pm-narendra-modi-convoy-helicopter-technical-glitch-mysuru-karnataka-news

Karnataka News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટક યાત્રા દરમિયાન તેમના કાફલામાં સામેલ ભારતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીના કારણે શુક્રવારના રોજ આ હેલિકોપ્ટરને મૈસૂરમાં લલિત મહલ પાસે આવેલ જયાચમરાજા વાડિયાર હેલીપેડ પર જ રોકી રાખવાની ફરજ પડી હતી.

વડાપ્રધાનના કાફલાના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદીના કાફલા માટે વાયુસેનાના 3 હેલિકોપ્ટર મૈસૂર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી પોતાનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કરીને ત્યાંથી રવાના થવાના હતા, બરાબર તે જ સમયે એક હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા ઊભી થઈ હતી.

સમાચાર એજન્સી IANS  અનુસાર, આ ખામી બાદ વડાપ્રધાન અને તેમના કાફલાના અન્ય સભ્યો બાકી બચેલા 2 સુરક્ષિત હેલિકોપ્ટર મારફતે પોતાની આગળની યાત્રા માટે રવાના થઈ ગયા હતા, જ્યારે ટેકનિકલ ખામીવાળું હેલિકોપ્ટર હેલીપેડ પર જ ઊભું રહ્યું હતું.

સ્થાનિક પોલીસે હેલીપેડ ઘેર્યું, સત્તાવાર નિવેદન બાકી

આ ઘટના બાદ સ્થાનિક પોલીસે હેલિપેડની આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરી દીધી અને ખામીગ્રસ્ત હેલિકોપ્ટરની સુરક્ષા માટે બંદોબસ્ત વધારી દીધો છે. સુરક્ષા ઈંતજામના ભાગરૂપે મૈસૂર નગર નિગમના કર્મચારીઓને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં આવેલ ટેકનિકલ ખામીનુંઅસલી કારણ શું હતું અને તે ફરીથી ઉડાન ભરવા માટે ક્યારે તૈયાર થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ ઘટના પહેલા વડાપ્રધાન મોદીએ પ્રશાંતિ કુટીરમ સ્થિત સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનનાસુવર્ણ જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તેમણે બેંગલુરુમાં અનેક વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કર્યું અને તવારેકેરેથી IIM બેંગલોર સ્ટેશન સુધીની મેટ્રોને લીલી ઝંડી બતાવીને તેમાં મુસાફરી પણ કરી હતી.