PM Modi Birthday: આઝાદીના 100 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરે પીએમ મોદી… મુકેશ અંબાણીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છા

મુકેશ અંબાણીએ કહ્યું કે મારી ઈચ્છા છે કે પીએમ મોદી 2047 સુધી દેશના વડાપ્રધાન રહે, જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. પીએમ મોદી અવતારી પુરુષ છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 17 Sep 2025 04:55 PM (IST)Updated: Wed, 17 Sep 2025 04:56 PM (IST)
pm-narendra-modi-75th-birthday-mukesh-ambani-wishes

PM Narendra Modi 75th Birthday: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ થયો હતો. તેઓ આ સતત ત્રીજી વખત વડા પ્રધાન બન્યા છે. દેશ અને વિદેશમાંથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે દેશની સૌથી અમીર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પીએમ મોદીને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

મુકેશ અંબાણીએ પીએમ મોદીને પાઠવી શુભકામના

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. તેમણે દેશના વેપારી સમુદાય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અંબાણી પરિવાર વતી પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. સાથે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે પીએમ મોદી આઝાદીના 100 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરતા રહે.

મેં આજ સુધી એવા કોઈ નેતા જોયા નથી - મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કહ્યું કે આજે આપણા સૌ ભારતવાસીઓ માટે પર્વનો દિવસ છે. આપણા સન્માનિત અને પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે. મારી ઈચ્છા છે કે તેઓ 2047 સુધી દેશના વડાપ્રધાન રહે, જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. તેમણે કહ્યું કે ઈશ્વરે પોતે પીએમ નરેન્દ્ર મોદીને આપણા દેશનું નેતૃત્વ કરવા માટે એક અવતાર પુરુષ તરીકે મોકલ્યા છે. મેં આજ સુધી એવા કોઈ નેતા જોયા નથી, જે આ રીતે થાક્યા વિના અને અટક્યા વિના કામ કરતા હોય.

આ પણ વાંચો: PM Modi Birthday: ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કર્યો ફોન, જન્મદિવસ પર આપી શુભેચ્છાઓ, ટ્રેડ ડીલને લઈને પણ થઈ વાતચીત

પીએમ મોદીના કામની પ્રશંસા કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ પહેલા ગુજરાતને ઔદ્યોગિક રાજધાની બનાવી અને હવે તેઓ સમગ્ર ભારતનો કાયાપલટ કરી રહ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આ એક સંયોગ છે કે પીએમ મોદીનો અમૃત મહોત્સવ ત્યારે આવ્યો છે, જ્યારે દેશની આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે.