Donald Trump and PM Modi Call: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને પીએમ મોદીને શુભકામનાઓ આપી હતી. આ દરમિયાન બંને દેશના નેતાઓ વચ્ચે ટ્રેડ ડીલને પણ વાતચીત થઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી
ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને પીએમ મોદીના 75માં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ દરમિયાન બંને દેશના નેતાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. પીએમ મોદીની પોસ્ટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોસ્ટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો
પીએમ મોદીએ કહ્યું કે - મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75માં જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભકામનાઓ માટે ધન્યવાદ. તમારી જેમ હું પણ ભારત-અમેરિકા વચ્ચે વૈશ્વિક ભાગીદારીને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિઓના સમાધાનની દિશામાં તમારી પહેલનું સમર્થન કરીએ છીએ.
Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the…
— Narendra Modi (@narendramodi) September 16, 2025
આ પોસ્ટના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર કહ્યું કે મારા મિત્ર, પીએમ મોદી સાથે ફોન પર વાત થઈ. મેં તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી, તેઓ સારું કામ કરી રહ્યા છે. આ સાથે ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે તેમના પ્રયાસોનું સમર્થન કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
Just had a wonderful phone call with my friend, Prime Minister Narendra Modi. I wished him a very Happy Birthday! He is doing a tremendous job. Narendra: Thank you for your support on ending the War between Russia and Ukraine! President DJT
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) September 16, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત શરૂ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને એવા સમયે શુભકામનાઓ આપી છે જ્યારે બંને દેશો વચ્ચે ફરીથી વેપારને લઈને વાતચીત થઈ શરૂ છે. મંગળવારે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક સાત કલાક ચાલી હતી. અમેરિકી દુતાવાસે જણાવ્યું કે દ્વિપક્ષીય વેપાર વાતચીતને લઈને આ બેઠક સકારાત્મક રહી.
