Tariff War: હવે અમેરિકાએ કેનેડાને આપ્યો મોટો ઝાટકો, 20 અબજ ડોલર માલ-સામાન પર લગાવશે 50 ટકા ટેકસ

Tariff War:અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વ્યાપારીક તણાવમાં એક નવો વળાંક આવ્યો છે. છેલ્લી ઘડી સુધી બન્ને દેશ વ્યાપાર સમજૂતી કરવાનો પ્રયત્ન કરતા રહ્યા, પણ છેવટે વાતચીતનું કોઈ જ પરિણામ આવ્યું નથી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 22 Aug 2026 03:27 PM (IST)Updated: Sat, 22 Aug 2026 03:27 PM (IST)
tariff-war-now-america-has-given-a-big-blow-to-canada-will-impose-50-percent-tax-on-20-billion-worth-of-goods

Tariff War:અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વ્યાપારીક તણાવમાં એક નવો વળાંક આવ્યો છે. છેલ્લી ઘડી સુધી બન્ને દેશ વ્યાપાર સમજૂતી કરવાનો પ્રયત્ન કરતા રહ્યા, પણ છેવટે વાતચીતનું કોઈ જ પરિણામ આવ્યું નથી. ત્યારબાદ અમેરિકાએ આશરે 20 અબજ ડોલરના કેનેડાના માલ-સામાન પર 50 ટકા ટેરિફ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. આ નિર્ણય બન્ને દેશ વચ્ચે અગાઉથી ચાલી રહેલા તણાવભર્યાં સંબંધોને વધારે ખરાબ કરી શકે છે.

 અમેરિકાના વ્યાપાર બાબતોના પ્રતિનિધિ જૈમીસન ગ્રીરે જણાવ્યું હતું કે કેનેડા આ સપ્તાહની શરૂઆતમાં નિયત શરતોના આધાર પર વ્યાપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે તૈયાર નથી. અમેરિકાનો દાવો છે કે તેણે કેનેડાના મુખ્ય નિકાસકર્તાઓમાં સૌથી સારી વ્યાપારિક શરતો રજૂ કરવાની રજૂઆત કરી હતી. જ્યારે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાના પ્રસ્તાવોમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવાની બાબતને અયોગ્ય અને આર્થિક રીતે નુકસાનકારક ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ફેરફારોથી કોઈ પણ સમજૂતીની વિશ્વસનીયતા પર પ્રશ્ન સર્જાય છે. 

સૂચિક US ટેરિફ કેનેડાથી આવતા આશરે 20 અબજ ડોલરના ઉત્પાદનોને અસર થશે. તેમાં હોકી સ્ટીકથી લઈ મેડિકલ ઉપયોગમાં આવતા ટંગ ડિપ્રેસર સુધી અનેક પ્રકારના સામાનનો સમાવેશ થાય છે. જોકે, આ ટેરિફ કેનેડાની અમેરિકામાં તાજેતરમાં કૂલ નિકાસના આશરે 5 ટકા જ અસર કરશે, જોકે તેનું રાજકીય રીતે વ્યાપક અસર કરી શકે છે. 

બન્ને દેશ વચ્ચે કેટલો કારોબાર થાય છે

અમેરિકા અને કેનેડા વચ્ચે વ્યાપારીક સંબંધ ખૂબ જ મજબૂત છે. ગયા વર્ષે બન્ને દેશોએ આશરે 880 અબજ ડોલરના માલ-સામાનનો એકબીજા સાથે કારોબાર કર્યો હતો. આ સંજોગોમાં નવા ટેરિફથી ફક્ત કંપનીઓને જ નહીં પણ બન્ને દેશોની રાજનીતિ તથા આર્થિક સંબંધોને પણ અસર થઈ શકે છે.

 અમેરિકાએ અગાઉ આ ટેરિફને બુધવારે રાત્રે 12:01 વાગ્યાથી લાગુ કરવાની યોજના બનાવી હતી. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત માટે સમય આપવાનો ઈરાદ વ્યક્ત કરતાં સમયસીમા ત્રણ દિવસ લંબાવી હતી. તેમ છતાં અંતિમ તબક્કાની વાતચીતમાં કોઈ સમજૂતી નથી શઈ શકી. હવે 50 ટકા ટેરિફનું જોખમ કેનેડાના નિકાસકર્તા સામે છે. હવે આગામી સમયમાં બન્ને દેશ વચ્ચે વાતચીત ફરી શરૂ થાય છે અથવા તો વ્યાપારિક તણાવ વધારે વધે છે તો તેના પર પૂરી દુનિયાની નજર રહેશે.