PM Modi Philippines Visit: વિશ્વભરમાં બદલાતી ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે પીએમ મોદી ફિલિપાઈન્સ પહોંચ્યા છે. અહીં તેઓ ફિલિપાઈન્સ રાજધાની મનીલામાં બે દિવસ રોકાશે અને આ દરમિયાન 23મા ASEAN-India Summit ભાગ લેશે ઉપરાંત 21 મા East Asia Summit માં ભાગ લેશે. આ પ્રવાસ અનેક રીતે મહત્વ ધરાવે છે.
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન વિશ્વના અનેક મોટા નેતાઓ સાથે મુલાકાત કરશે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓસ્ટ્રેલિયાના પીએમ અલબનીજી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઈચીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પીએમ વર્લ્ડ લીડરો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. તમને જણાવી દઈએ કે, ઈસ્ટ એશિયા સંમેલન ક્ષેત્રિય અને વૈશ્વિક પડકારો માટેનું અગત્યનું માધ્યમ છે. પીએમ મોદીએ કહ્યું કે, હું હિન્દ પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સહયોગ મજબૂત કરવા માટે ઉત્સુક છું.
ક્વાડમાં પણ સામેલ થઈ શકે છે પીએમ
પીએમ મોદી 17 નવેમ્બરના રોજ પૂર્વી એશિયા સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓ સાથે ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફિલિપાઈન્સ પ્રવાસે જતા પહેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આસિયાન દેશો સાથે સંબંધ ભારતની એક્ટ ઈસ્ટ નીતિના કેન્દ્રમાં છે.
કેટલું પ્રભાવશાળી સંગઠન છે ASEAN ?
ASEAN એટલે કે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સની સ્થાપના 8 ઓગસ્ટ 1967 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની શરુઆત ઈન્ડોનેશિયા, મલેશિયા,ફિલિપાઈન્સ, સિંગાપુર અને થાઈલેન્ડે બેંકોક ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરીને કરી હતી. શીત યુદ્ધ દરમિયાન રાજનિતિક અસ્થિરતા અને મહાશક્તિઓ વચ્ચે વધતી પ્રતિસ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને આ સંગઠનની રચના કરવામાં આવી હતી.
હાલમાં આસિયાનમાં 11 સભ્યો છે
1967 માં બનેલા આ આસિયાન સંગઠનને પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે. તેમાં 11 સભ્યો છે, કંબોડીયા, બ્રુનેઈ, લાઓસ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, મ્યાંનમાર સિંગાપુર, થાઈલેન્ડ,વિયેતનામ અને તિમોર-લેસ્તેનો સમાવેશ થાય છે. આ 11 દેશો ચીન, જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા,રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સનો પણ સમાવેશ થાય છે.
