PM મોદીએ પાઠવી દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કહ્યું - નૂતન વર્ષાભિનંદન

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષે PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ગુજરાતી ભાષામાં દેશવાસીઓને પાઠવી હૃદયપૂર્વક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 10 Nov 2026 11:25 AM (IST)Updated: Tue, 10 Nov 2026 11:25 AM (IST)
pm-narendra-modi-gujarat-new-year-2083-wishes-social-media-post

PM Narendra Modi New Year Wish: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશવાસીઓને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ગુજરાતી ભાષામાં શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. જેને થોડા જ કલાકોમાં લાખો લોકોએ પોસ્ટને વાચી છે. અને લાઈક્સ પણ કરી છે.

PM મોદીએ શું લખ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, નૂતન વર્ષાભિનંદન...!!! નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!

 

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

PM મોદીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પણ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સહિત દેશભરના લોકો વડાપ્રધાનની પોસ્ટને શેર કરીને નૂતન વર્ષાભિનંદન કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે ગુજરાતી ભાષામાં ખાસ શુભેચ્છા સંદેશ પાઠવે છે. ગુજરાતના વતની હોવાને કારણે તેમનો ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિ સાથેનો લગાવ હંમેશા જોવા મળે છે.

દેશભરમાં નવા વર્ષની ઉજવણી

દિવાળીના તહેવાર બાદ આજે બેસતું વર્ષ એટલે કે નવા વર્ષની શરૂઆત થઈ છે. સવારથી જ લોકો મંદિરોમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. વેપારીઓએ ચોપડા પૂજન કર્યું છે અને એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રહ્યા છે.