PM Modi Northeast Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોતાના પૂર્વોત્તરના પ્રવાસ પર છે. આજે આસામના દરાંગમાં જંગી જનસભાને સંબોધતા વડાપ્રધાને પોતાને ભગવાન શિવના ભક્ત ગણાવ્યા અને દુશ્મનો દ્વારા આપવામાં આવતા ઝેરની પોતે પી જતા હોવાનું જણાવી વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.
PM મોદીએ જણાવ્યું કે, ઑપરેશન સિંદુર બાદ આ મારો પહેલો આસામ પ્રવાસ છે. માઁ કામાખ્યાના આશીર્વાદથી ઑપરેશન સિંદૂરને અપાર સફળતા મળી છે. આથી આજે માઁ કામાખ્યાની પવિત્ર ભૂમિ પર આવીને મને એક અલગ જ પુણ્યનો અનુભવ થઈ રહ્યો છે. આજે આસામમાં જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે. આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.
વધુમાં PM મોદીએ જણાવ્યું કે, તમે મને ગમે તેટલી ગાળો ભાંડો. હું ભગવાન શિવનો ભક્ત હોવાથી, તમામ ઝેર પચાવું છું, પરંતુ જ્યારે કોઈ બીજાનું અપમાન થાય, ત્યારે હું ચુપ નથી રહી શકતો. તેમણે જનતાને પ્રશ્ન પૂછ્યો કે, ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનો નિર્ણય યોગ્ય હતો કે કેમ?
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી નાચવા-ગાવા વાળાને ભારત રત્ન આપી રહ્યા છે. 1962માં ચીન સાથે યુદ્ધ બાદ પંડિત નહેરુએ જે કહ્યું, તેના ઉત્તર-પૂર્વ લોકોના ઘા આજે પણ રુઝાયા નથી. આસામના આવા મહાન સંતાનો અને આપણા પૂર્વજોએ આસામ માટે જે સપનું જોયું હતુ, તેને પુરા કરવામાં આ ભાજપની ડબલ એન્જિન સરકાર કોઈ કસર નહીં છોડે. દેશની 140 કરોડ જનતા જ મારું રિમોટ કંટ્રોલ છે.
