PM Modi France Visit:ફ્રાંસમાં PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ મુલાકાત કરશે, G-7 બેઠકમાં ભાગ લેશે

PM મોદીની આ યાત્રા દરમિયાન ટેકનોલોજી સેક્ટરમાં ચર્ચા ખૂબ જ મહત્વની રહેશે. જોકે તેમની વૈશ્વિક નેતાઓ સાથે યોજાનારી બેઠક મહત્વની રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 13 Jun 2026 10:53 PM (IST)Updated: Sat, 13 Jun 2026 10:56 PM (IST)
pm-modi-and-president-trump-will-meet-in-france-will-participate-in-the-g-7-meeting

PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાંસ અને સ્લોવાકિયાના છ દિવસના પ્રવાસ પર રવાના થયા છે. PM મોદી આ દેશોની સત્તાવાર યાત્રા કરવા સાથે જ ફ્રાંસમાં G-7 શિખર સમ્મેલનમાં પણ ભાગ લેશે.

PM મોદીની આ યાત્રા દરમિયાન ટેકનોલોજી સેક્ટરમાં ચર્ચા ખૂબ જ મહત્વની રહેશે. જોકે તેમની વૈશ્વિક નેતાઓ સાથે યોજાનારી બેઠક મહત્વની રહેશે.

ઇમેન્યુઅલ મેક્રો અને ટ્રમ્પ સાથે PM મોદીની કરશે મુલાકાત

વડાપ્રધાન મોદી તરફથી આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થશે.વ્હાઈટ હાઉસે આ મુલાકાતની પુષ્ટી કરી છે. PM મોદી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો સાથે પણ મુલાકાત કરશે. આ વાટાઘાટમાં બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે.

રવાના થતા પહેલા PM મોદીએ જણાવ્યું હતું કે ફ્રાંસ ભારતની વ્યૂહાત્મક દ્રષ્ટિમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ મેક્રોન ભારત યાત્રા સમયે અમે અમારા સંબંધોને સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ સુધી ઊંચા સ્તરે લઈ ગયા હતા.

નાઈસમાં રાષ્ટ્રપતિ મેક્રો સાથે મુલાકાત સમયે અમે ફેબ્રુઆરી બાદ થયેલી પ્રગતિની સમીક્ષા કરશું અને સહયોગના આગામી પગલા અંગે યોગ્ય નિર્ણય કરશું.

વૈશ્વિક મુદ્દા અંગે થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક મુદ્દા અંગે વિગતવાર ચર્ચા કરશું. આ દરમિયાન ફ્રાંસ સાથે ભારતની વ્યાપક ભાગીદારીને નવી ગતિ આપવા સાથે સ્લોવાકિયા સાથે ઐતિહાસિક સંબંધ સ્થાપિત કરવા તથા G-7 શિખર સમ્મેલનમાં વૈશ્વિક સાઉથનો અવાજ બનવાની તક રહેશે.

પ્રવાસ પહેલા તબક્કામાં વડાપ્રધાન મોદી 14 જૂનના રોજ નાઈસમાં રાષ્ટ્રપતિ મેક્રો સાથે ભારત ઈનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત ઉદઘાટન કરશે. આ ભારત-ફ્રાંસ ઈનોવેશન યર અંતર્ગત એક મોટી પહેલ છે, જે ભારતીય ઈનોવેશન્સને વૈશ્વિક મંચ પર રજૂ કરશે.

કાર્યક્રમમાં ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, સ્પેસ, ક્લીન એનર્જી સેક્ટરમાં થયેલ પ્રગતિ અને વૈશ્વિક ટેકનોલોજમાં ભારતીય પ્રતિભાઓનું યોગદાન પ્રમુખતાથી પ્રદર્શિત કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જાર્જે પણ આ બન્ને દેશોની ભાગીદારીની મજબૂતીના મોટા સંકેત ગણાવ્યા છે. ત્યારબાદ PM મોદી સ્લોવાકિયા જશે. ચેક ગણરાજ્યથી અલગ થયા બાદ (વર્ષ 1993) આ કોઈ ભારતીય PMની પ્રથમ રાજકીય યાત્રા હશે.