રિલ્સ બનાવવાથી નારાજ માતા-પિતાએ કરી 14 વર્ષની દીકરીની હત્યા, લાશ ફેંકી દીધી ખાણમાં

Jharkhand News: ઝારખંડમાં માતા-પિતાએ 14 વર્ષની પુત્રીની રિલ્સ બનાવવાના કારણે હત્યા કરી. લાશને ખાણમાં ફેંકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસે તપાસ બાદ દંપત્તિની ધરપકડ કરી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 28 Nov 2026 02:31 PM (IST)Updated: Sat, 28 Nov 2026 02:31 PM (IST)
parents-in-jharkhand-murdered-their-14-year-old-daughter
AI તસવીર

Jharkhand News: આજકાલ રિલ્સ બનાવવી અને સોશિયલ મીડિયા પર વાયરલ થવું સામાન્ય બની ગયું છે. ઘણીવાર માતા પિતા બાળકોને આ વાતને લઈને ટકોર પણ કરતા હોય છે. પરંતુ અમે આજે જે વાત કરી રહ્યા છીએ તે ચોંકાવનારી છે કારણે કે આ માતાપિતાએ પોતાની દિકરીને ફક્ત એટલા માટે મારી નાખી તે રિલ્સ બનાવતી હતી, જે તેમને પસંદ નહોતું. જે બાદ મામલો હત્યુ સુધી પહોચી ગયો

ઝારખંડમાં માતા-પિતાએ કરી પુત્રીની હત્યા

આ ઘટના સામે આવી છે ઝારખંડમાંથી. અહીંના સિંહભૂમી જિલ્લામાં એક દંપત્તિએ પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી કારણ કે તે રિલ્સ બનાવતી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી માતાપિતાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, પુત્રી હંમેશા મોબાઈલ જોવામાં વ્યસ્ત રહેતી હતી અને આખો દિવસ રિલ્સ બનાવ્યા કરતી હતી. જેના કારણે તેના માતા પિતા ખુબ પરેશાન રહેતા હતા.

હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ

હત્યા બાદ આરોપી દંપત્તિએ કોઈ પુરાવા બાકી ન રહે તે માટે પુત્રીની લાશને એક ખાણમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ બન્નેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમની પુત્રી ગુમ થઈ ગઈ છે. જોકે, શરુઆતમાં તો પોલીસે કઈ અજકતું ન લાગ્યું પછી જ્યારે બાળકીની લાશ મળી ત્યારે પોલીસે દંપત્તિના હાવ ભાવ અને વર્તન પર શંકા જતા તેની કડક પૂઠપરછ કરી હતી જે બાદ ભાંગી પડેલા દંપત્તિએ આરોપ સ્વિકારી લીધો હતો.

ખાણમાંથી મળી લાશ

આ ઘટના બની હતી લાયાડીહ ગામમાં, પોલીસે આરોપી પિતા રવીદ્ર મુર્મુ અને માતા સુમાનીની ધરપકડ કરી લીધી છે. 13 નવેમ્બરના રોજ લાશ મળી આવી હતી. જે બાદ પૂછપરછમાં આરોપી દંપત્તિએ જણાવ્યું કે, પુત્રી આઠમાં ધોરણમાં ભણતી હતી અને આખો દિવસ મોબાઈલમાં પડી રહેતી હતી. તેનાથી નારાજ દંપત્તિએ લાકડાના ડંડાથી એટલી મારીને તેનું મોત નિપજ્યું. પોલીસે આરોપી દંપત્તિએ જણાવ્યું કે 10 નવેમ્બર પુત્રી સાથે ઝઘડો થયો હતો, જે બાદ મામલો વધી ગયો અને હત્યા સુધી પહોચી ગયો. આ મામલે પોલીસે સ્થાનિક લોકો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી માતા પિતાને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.