હવે પેકેજ્ડ ફૂડ પ્રોડકટ પર લગાવવા પડશે વોર્નિંગ લેબલ, કંપનીઓ નહીં કરી શકે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

સુપ્રીમ કોર્ટે પેકેટબંધ ખાદ્ય પદાર્થો પર ફેટ, સુગર અને સોલ્ટની વધુ માત્રા દર્શાવતા ચેતવણી નિશાન લગાવવાનો આદેશ આપ્યો છે. આનાથી ગ્રાહકોને ખરીદી કરતા પહેલા જ ખાદ્ય પદાર્થમાં રહેલા હાનિકારક તત્વો વિશે જાણકારી મળશે અને કંપનીઓ સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં કરી શકે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 03:40 PM (IST)Updated: Thu, 26 Nov 2026 03:40 PM (IST)
packaged-food-will-now-have-to-carry-warning-labels-for-high-fat-high-sugar-or-high-salt-content
સુપ્રીમ કોર્ટ

Supreme Court: પેકેટ બંધ ફૂડને લઈને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમે કહ્યું કે, જે ખાદ્ય પદાર્થમાં ફેટ, સુગર કે સોલ્ટની માત્રા નક્કી કરેલા ધારાધોરણ કરતા વધારે હશે તે પેકેટ પર અલગ અલગ ચેતવણી આપતા નિશાન લગાવવા પડશે. એનો ફાયદો એ થશે કે કોઈ પણ ગ્રાહકને વસ્તુ ખરીદતા પહેલા જ જાણ થઈ જશે કે આ ખાદ્ય પદાર્થમાં કેટલી સુગર છે અને કેટલુ સોલ્ટ. સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થાને યોગ્ય રીતે અમલમાં લાવવા માટે કેન્દ્ર સરકાર અને FSSAI ને નિર્દેશ આપ્યો છે.

આ નિર્દશ બાદ શું થશે?

તમને જણાવી દઈએ કે આ સુપ્રીમના નિર્દેશનું પરિણામ એ આવશે કે, હવે પેકેટબંધ ફૂડ વેચતી કંપનીઓ પોતાના ખાદ્ય પદાર્થથી લોકોના સ્વાસ્થ્ય પર કેવી વિપરીત અસર પડે છે તે છુપાવી નહીં શકે. માનીલો કે કોઈ પેકેટનાં ખાંડનું પ્રમાણ વધારે છે તો તેમાં સ્પષ્ટ રુપે લાલ નિશાન દર્શાવવાનું રહેશે. જેથી કોઈ ગ્રાહકને વધુ ખાંડ ખાવાની ડોક્ટરે ના પાડી છે તો તે તુરંત જ એલર્ટ થઈ જશે.

સુપ્રીમના નિર્ણયથી લોકોમાં જાગૃતિ આવશે

સુપ્રીમ કોર્ટે આ પગલું પેકેટબંધ ખાદ્ય પદાર્થ પ્રત્યે લોકોની જાગૃતી માટે લીધુ છે. કારણે કે આપણે જે રોજબરોજ વસ્તુઓ ખાઈએ છીએ તે કેટલી હાનિકારક છે તેની આપણને ખબર હોતી નથી. હવેથી સુપ્રીના આદેશ બાદ ફૂડ પેકેટ પર વોર્નિગ લેબલ લાગશે તો ગ્રાહકો એ નક્કી કરી શકશે કે જે વસ્તુ તે ખાઈ રહ્યા છે તેમા કેટલી સુગર છે અને કેટલા ફેટ છે. આ ઉપરાંત સુપ્રીમે FoPNL નિયમોને કડક કરવા પણ FSSAI નિર્દેશ આપ્યો છે.

ત્રણ અલગ અલગ વોર્નિંગવાળા નિશાન લગાવવા પડશે

સુપ્રીમે નિર્દેશ આપતા કહ્યું છે કે, દરેક લાલ રંગનું નિશાન ષટકોણ આકારનું હોવું જોઈએ. એટલું જ નહીં તેને લગતો માહિતી અને ફોટો પણ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો, હાઈ ફેટ , હાઈ સુગર, હાઈ સોલ્ટ. એટલે જો કોઈ પણ ખાદ્ય પદાર્થમાં સુગર,ફેટ અને સોલ્ટ નક્કી કરેલા ધારાધોરણોથી વધારે હશે તેના માટે ત્રણ અલગ અલગ પ્રકારની સાઈનવાળા નિશાન લગાવવા પડશે. એટલે કે એક જ નિશાનમાં બધી માહિતી આપી દેવી પુરતી નહીં હોય.

સુપ્રીમ કોર્ટે કયા કયા નિર્દેશ આપ્યા?

આ અંગે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશોમાં સ્પષ્ટ કહ્યું છે કે, આગળના ભાગમાં એડેડ સુગર અને એડેડ ફેટની જગ્યાએ ટોટલ સુગર અને સૈચ્યુરેટેડ ફેટને સોલ્ટ સાથે ચિંતાજનક પોષક તત્ત્વોના સંદર્ભમાં દર્શાવવાનું જોઈએ. આ ઉપરાંત સુપ્રીને કેન્દ્ર સરકારને એવી પણ ટકોર કરી છે કે ખાદ્ય સુરક્ષા અને નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે પેકેટ પર માહિતી આપવામાં આવે તેવા પ્રયાસ કરો.