New PUC Rules:ભારતમાં સતત વધી રહેલા પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વાહનો સાથે સંકળાયેલ PUCને લગતા નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે. નવા નિયમો અંતર્ગત હવે વાહનોની ઉંમર તથા ઉત્સર્જન સંબંધિત માપદંડોને આધારે PUC સર્ટિફિકેટની વેલિડિટી અલગ-અલગ કેટેગરી અંતર્ગત વિભાજીત કરવામાં આવી છે.
BS-VI માપદંડ ધરાવતા વાહનો
નવા નિયમો પ્રમાણે BS-VI માપદંડ ધરાવતા વાહનો માટે હવે 6 વર્ષની અવધિ થાય ત્યારે PUC સર્ટીફિકેટની વેલિડિટી 3 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે 6 વર્ષથી વધારે અને 10 વર્ષ સુધીના વાહનોના માલિકોએ દરેક વર્ષ રિન્યુઅલ કરાવવું જરૂરી બનશે. અલબત 10 વર્ષથી વધારે જૂના વાહનોએ PUC રિન્યુઅલ દરેક 6 મહિને કરાવવું જરૂરી બનશે. ટૂંકમાં વાહનની ઉંમર વધતી જશે તેમ તેમ પ્રદૂષણ સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખી PUC રિન્યુઅલ કરાવવું જરૂરી બનશે.
આ સમાચાર પણ વાંચોઃ દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વકરતું પ્રદૂષણ, ઝેરીલી હવા સામે ઝઝૂમતા લોકો
જૂના ઈશ્યુ સર્ટીફિકેટની સ્થિતિ
સુધારવામા આવેલ આ નિયમોને પગલે ઈશ્યુ કરાયેલ સર્ટીફિકેટ, માન્યતા ધરાવતી અવધિ ત્યારે લાગૂ થશે કે જ્યારે નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા બાદ રિન્યુઅલ કરવામાં આવશે.
PUC સર્ટીફિકેટ એક્સપાયર
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રિન્યુઅલ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અલબત PUC સર્ટીફિકેટ એક્સપાયર થાય તે તારીખ અગાઉ એટલે કે 10 દિવસમાં રિન્યુઅલ માટે અરજી કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. નવા નિયમો પ્રમાણે BS-VI વાહનોના માલિકો માટે હવે લાંબી વેલિડિટી અને આર્થિક બન્ને રીતે યોગ્ય બચત થશે અને શહેરોમાં વધારે મજબૂત દેખરેખ વ્યવસ્થાને સ્થાપિત કરી શકાશે.
એપ્રિલ 2020થી સમગ્ર દેશમાં BS-6 ઉત્સર્જનને લગતા નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે અને આ નવા નિયમો હેઠળ છ વર્ષ સુધીના જૂના BS-6 પ્રાઈવેટ વ્હિકલના માલિકો દરેક વર્ષ PUC રિન્યુઅલ કરાવવું જરૂરી નહીં હોય. આ શ્રેણીમાં સર્ટીફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.
