એર ચીફ માર્શલનો ખુલાસો- 'ઑપરેશન સિંદુરમાં અમે પાકિસ્તાનમાં 300 કિમી અંદર ઘૂસીને અમેરિકા અને ચીનમાં બનેલા ફાઈટર જેટ તોડી પાડ્યા'

પાકિસ્તાન દ્વારા શાંતિના પ્રયાસ કરવામાં આવતા ભારતે યુદ્ધ વિરામ કર્યું હતુ. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ હસ્તક્ષેપ નહતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Oct 2025 05:31 PM (IST)Updated: Fri, 03 Oct 2025 05:31 PM (IST)
national-news-indian-air-force-air-chief-marshal-ap-singh-on-operation-sindoor
HIGHLIGHTS
  • 'ઓપરેશન સિંદુર' ભારતીય સેનાની ત્રણેય પાંખના તાલમેલ સાથે થયું
  • પાકિસ્તાન સેના દ્વારા ઉપયોગમાં લેવાતા F16 અમેરિકા અને J17 ચીનમાં બનેલા છે

ભારતીય વાયુસેનાના (Indian Air Force) 93માં સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમ બાદ એર ચીફ માર્શલ (Air Chief Marshal) અમરપ્રીત સિંહે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમને 'ઑપરેશન સિંદૂર' (Operation Sindoor) વિશે વિગતવાર જાણકારી આપી હતી. જેમાં તેમણે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાના કેટલા ફાઈટર જેટ તોડી પાડ્યા તેના વિશે મોટો ખુલાસો કર્યો હતો.

એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહે ભારતીય ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા હોવાના પાકિસ્તાનના દાવાને ફગાવતા જણાવ્યું કે, પાકિસ્તાની નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનો દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. જો કે ભારતીય વાયુ સેનાએ અમેરિકામાં નેલા F-16 અને ચીનમાં બનેલા J-17 જેવા ફાઈટર જેટને જોડી પાડ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને જ ભારત સમક્ષ યુદ્ધ વિરામની માંગ કરી હતી. તેમણે સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતા દાવાને લઈને જણાવ્યું કે, 10 મેના રોજ કરવામાં આવેલ યુદ્ધ વિરામ પાકિસ્તાન દ્વારા શાંતિ માટે કરવામાં આવેલા પ્રયાસ બાદ જ કરવામાં આવ્યું હતુ. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ હસ્તક્ષેપ નહતો.

naidunia_image

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ભારતીય નાગરિકો પર આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે 'ઑપરેશન સિંદુર' શરૂ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત POKમાં ધમધમતા 9 આતંકવાદીઓના અડ્ડા અને તેમના ઠેકાણાને ટાર્ગેટ કરીને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની શક્તિને નિહાળી હતી.

ભારતીય સેનાએ 'ઑપરેશન સિંદૂર' અંતર્ગત 300 કિલોમીટર અંદર ઘૂસીને ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. લગભગ 100 કલાક સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાની મિસાઈલો અને ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા.

એર ચીફ માર્શલે યુદ્ધ વિરામ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના ક્રેડિટ લેવા વિશે જણાવ્યું કે, છેલ્લા 4 મહિનામાં અમેરિક રાષ્ટ્રપતિએ ઘણીવાર યુદ્ધ વિરામનો શ્રેય લીધો છે. જેમાં યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલી ઉપરાંત અન્ય વિશ્વના નેતાઓ સાથે બેઠકો દરમિયાન આ પ્રકારના નિવેદનો આપ્યા છે.

'ઑપરેશન સિંદુર' ભારતની જળ, થળ અને વાયુ એમ સેનાની ત્રણેય સેનાઓના તાલમેલ સાથે થયુ હતુ. અમે ઈન્ડિયન એરફોર્સની ક્ષમતાને વધારવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. ત્રણેય સેનાઓએ 'સુદર્શન ચક્ર' નામે એર ડિફેન્સ સિસ્ટમ પર કામ પણ શરૂ કરી દીધુ છે.

'ઑપરેશન સિંદુર'માં 100 આતંકવાદીઓનો ખાતમો
પહલગામ આથંકવાદી હુમલા બાદ ભારત દ્વારા 7મી મેના રોજ 'ઑપરેશન સિંદુર' શરૂ કરવામાં આવ્યું હતુ. ભારતે મોડી રાતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદીઓના 9 અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

ભારતીય સેનાની રઘવાયા થયેલ પાકિસ્તાને ભારત પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે ભારતે તમામ હુમલાઓ રોક્યા જ નહી, પરંતુ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. જે બાદ 10મી મેના રોજ બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું.