'કાર વજનમાં બાઈક કરતા ભારે કેમ હોય છે?'- રાહુલ ગાંધીના લૉજિક પર ભાજપનો ટોણો, પૂછ્યું- 'કહેવા શું માંગો છો? '

અકસ્માત સમયે કારનું એન્જિન તમારો જીવ લઈ શકે છે. જ્યારે બાઈક સાથે ટક્કર થાય, તો સૌ પ્રથમ તેનું એન્જિન આપોઆપ અલગ થઈ જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Oct 2025 04:31 PM (IST)Updated: Fri, 03 Oct 2025 04:31 PM (IST)
bjp-leader-take-jibe-on-congress-leader-rahul-gandhi-logic-on-car-vs-motorcycle-weight
HIGHLIGHTS
  • કોંગ્રેસ નેતાનું કોલંબિયાની EAI યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન
  • મેં આટલો બધો બકવાસ જિંદગીમાં પહેલા ક્યારેય નથી સાંભળ્યો: અમિત માલવિયા

Natinal News: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલના સમયે કોલંબિયાના પ્રવાસે છે. જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સભાને સંબોધન કરવા દરમિયાન રાહુલ ગાંધીએ એક વિચિત્ર દ્રષ્ટાંદ આપ્યું હતુ. કોંગ્રેસ નેતાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, હવે આ સવાલને લઈને ભાજપે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

હકીકતમાં રાહુલ ગાંધીએ કોલંબિયામાં જણાવ્યું કે, એક બાઈક અર્થાત મોટર સાયકલનું વજન 100 કિલો જ કેમ હોય છે, જ્યારે એક કારનું વજન 3 હજાર કિલો જ કેમ હોય છે? જો કે ખુદ તેમણે જ આ પ્રશ્નનો જવાબ આપતા તેની પાછળનું લૉજિક પણ સમજાવ્યું. જેને ભાજપે નર્યો બકાવાસ કર્યો છે.

રાહુલ ગાંધીએ EAI યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે એક દ્રષ્ટાંત આપ્યું હતુ. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, સામાન્ય રીતે કાર ભારે કેમ હોય છે, કારને કેમ 3 હજાર કિલો મેટલની જરૂર પડે છે. જ્યારે એક બાઈક તેની સરખામણીમાં હલકી હોય છે.

આ પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, આ પ્રશ્ન ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તન પર આધારિત છે. પોતાની વાત સમજાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ પ્રશ્નનો જવાબ એન્જિનમાં છે. કારનું એન્જિન ટક્કર વાગવાથી તમારો જીવ લઈ શકે છે. જેની સરખામણીએ બાઈકનું એન્જિન વજનમાં હલકુ હોય છે અને આથી અકસ્માતના સમયે બાઈકનું એન્જિન પહેલા જ છૂટું પડી જાય છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જ્યારે તમારો બાઈક સાથે અકસ્માત થાય, ત્યારે એન્જિન આપોઆપ અલગ થઈ જાય છે. જ્યારે કારની સ્થિતિમાં આવું નથી થતું. જ્યારે તમારો કાર સાથે અકસ્માત થાય, ત્યારે એન્જિન કારની અંદર આવી જાય છે. જેના પરિણામે તમારો જીવ પણ જઈ શકે છે. આમ છતાં કારનું એન્જિન એ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તેનાથી તમને નુકસાન ના પહોંચે.

આ મામલે ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયાએ રાહુલ ગાંધીને આડેહાથ લેતા જણાવ્યું કે, મેં આટલો બધો બકવાસ પહેલા ક્યારેય નથી સાંભળ્યો. જો કોઈ સમજી શકે તે, રાહુલ ગાંધી શું કહેવા માંગે છે, તો મને ખુશી થશે, પરંતુ જો તમને પણ મારી જેમ અચંબિત હોવ, તો નિશ્ચિંત રહો..તમે એકલા નથી.