Nashik TCS Case: ધર્માંતરણ-સતામણી કેસમાં ફરાર નિદા ખાનનું લોકેશન મળ્યું, 'હું પ્રેગ્નન્ટ છું' કહીને આગોતરા જામીન માંગ્યા

આ કેસમાં અત્યાર સુધીમાં 7 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 17 Apr 2026 10:59 AM (IST)Updated: Fri, 17 Apr 2026 12:19 PM (IST)
nashik-tcs-harassment-conversion-case-accused-hr-nida-khan-location-traced
HIGHLIGHTS
  • નાસિક TCS કેસમાં મોટી અપડેટ
  • ફરાર નિદા ખાનનું લોકેશન મળ્યું
  • અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ

Nashik TCS Case Update: મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) માં બળજબરીથી ધર્માંતરણ અને જાતીય સતામણીના સનસનીખેજ ખુલાસા બાદ ફરાર થયેલા HR મેનેજર નિદા ખાનનું લોકેશન હવે સામે આવ્યું છે. તેના પરિવારે નાસિકની સ્થાનિક અદાલતમાં આગોતરા જામીન માટે એક અરજી કરી છે.

ફરાર નિદાખાન મુંબઈમાં હોવાનો દાવો

ફરાર 'દબંગ મેમ' નિદા ખાનના પરિવારના જણાવ્યા અનુસાર, તે હાલ મુંબઈમાં છે અને ગર્ભવતી છે. ફરાર નિદા ખાને નાસિકની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં મેડિકલ સ્થિતિને મુખ્ય આધાર બનાવ્યો છે, જેને કોર્ટ સમક્ષ મુખ્ય પરિબળ તરીકે રજૂ કરવામાં આવી શકે છે. 

જોકે, SIT દ્વારા તેને કસ્ટડીમાં લેવાના પ્રયાસો ચાલુ અને આ મેડિકલ દાવાઓની પુષ્ટિ કરશે. પોલીસ અને SIT હાલમાં TCS-નાસિક ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ સાથે જોડાયેલી કુલ 9 ફરિયાદોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

અત્યાર સુધીમાં 7 લોકોની થઈ ધરપકડ

આ ગંભીર કેસમાં અત્યાર સુધીમાં 7 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 6 પુરુષ અને એક મહિલા HR હેડનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ દાનિશ શેખ, તોસીફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અન્સારી અને HR હેડ અશ્વિની ચેનાની છે.

શું છે ધર્માંતરણ-સતામણી મામલો?

પોલીસના જણાવ્યા મુજબ, TCS-નાસિક ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ દાવો કર્યો છે કે ફેબ્રુઆરી 2022 થી માર્ચ 2026 વચ્ચે તેમના સિનિયર સહકર્મીઓએ તેમનું માનસિક અને જાતીય ઉત્પીડન કર્યું હતું. એક આરોપીએ લગ્નની ખોટી લાલચ આપીને એક કર્મચારી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત, આરોપીએ કર્મચારીને ખોટી રીતે સ્પર્શ કર્યો અને તેના ખાનગી તથા વૈવાહિક જીવન વિશે શરમજનક ટિપ્પણી કરી હતી.

વધુમાં, HR વિભાગે તેમની ફરિયાદોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી હતી. જ્યારે પીડિતોએ કંપનીના મુખ્ય અધિકારીને આ ઘટનાઓ અંગે વારંવાર મૌખિક ફરિયાદો કરી, ત્યારે તેમણે છેડતીની આ ફરિયાદોની કોઈ નોંધ ન લીધી અને એક રીતે આરોપીઓના કૃત્યોને પ્રોત્સાહન જ આપ્યું.

બળજબરીથી નમાજ પઢવા મજબૂર કર્યા

આ સમગ્ર કેસમાં ધર્માંતરણનો એંગલ પણ સામેલ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ એક પુરુષ કર્મચારીને બળજબરીથી નમાજ પઢવા માટે મજબૂર કર્યો હતો, અને તેના ધર્મનું અપમાન પણ કર્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.