Nagpur Kolkata IndiGo Flight: મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ એક પક્ષી સાથે ટકરાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનને નાગપુર એરપોર્ટ પર પાછું ઉતારવું પડ્યું.
પક્ષી સાથે અથડાયું વિમાન
આજે વહેલી સવારે 165 મુસાફરો સાથે ઈન્ડિગોની ફ્લાઈટે કોલકાતા જવા માટે ઉડાન ભરી હતી. જો કે થોડા જ સમયેમાં વિમાન જોરદાર પક્ષી સાથે અથડાયું. પાઈલોટે તરત સુચના આપી અને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને નાગપુર એરપોર્ટ પર ઉતારીને ફરીથી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
તમામ મુસાફરો સુરક્ષિત
આ ઘટના બાદ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. આ ફ્લાઇટને પાછળથી રદ કરી દેવામાં આવી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે. જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.