બિહારમાં નદીમાં ડૂબી ગયેલા 13 બાળકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી અને સહાયતાની જાહેરાત કરી

મોરારિ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 11:04 PM (IST)Updated: Thu, 15 Oct 2026 11:04 PM (IST)
moraribapu-paid-tribute-to-the-13-children-who-drowned-in-river-in-bihar-and-announced-financial-assistance

Moraribapu Paid Tribute:બિહારના વૈશાલી જિલ્લાના રાધોપુર ગામ નજીક સર્જાયેલી એક દુખદ ઘટનામાં ઓછામાં ઓછા 13 બાળકોના મોત થયા હતા. આ ઘટના એક જ પરિવારના સભ્યો જ્યારે બોટમાં બેસીને ભોજન સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બોટ પલટી ગઈ હતી અને તેમાં એક જ પરિવારના 13 સભ્યોના ડૂબી જવાને લીધે મૃત્યુ થયું.

આ ઘટના અંગે જાણિતા કથાકાર મોરારીબાપુએ દુખ વ્યક્ત ક્યું છે. મોરારિબાપુ અત્યારે ભારત સ્વસ્તિક યાત્રા પર છે અને તેમણે આ દુઃખદ ઘટના સર્જાઈ તે અંગે માહિતી મળી હતી. મોરારિ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે મોડી સાંજે બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં એક હોડી પલટી જતાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. હોડીમાં 20થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી અને છ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.