Moraribapu Says Who Is Biggest Sin In Life: પૂજ્ય મોરારી બાપૂ ( Moraribapu)એ આજે તેમની રામકથા દરમિયાન મહાપાપ કયાં છે અને તેનાથી દૂર રહેવા વિશે વ્યાપક સમજણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જુગાર રમવું, શરાબનું સેવન કરવું, વ્યાભિચાર, ચોરી કરવી, હિંસા કરવી વગેરે મહાપાપ છે.
વ્યક્તિએ શક્ય તેટલું આ મહાપાપથી દૂર રહેવું જોઇએ. તેમણે ઉમેપ્યું હતું કે અસત્ય બોલવું એ બધાથી મોટું મહાપાપ છે અને વ્યક્તિએ અસત્ય બોલવું જોઇએ નહીં.
આ પણ વાંચો
પૂજ્ય મોરારી બાપુએ કોને-કોને મહાપાપ કહ્યાં….
પૂજ્ય મોરારી બાપુએ કહ્યું કે જીંદગીમાં અમુક મહાપાપો હોય છે. તે પૈકી એક તો જુગાર મહાપાપ ગણવામાં આવે છે. તેમણે લોકોને આહવાન કર્યું કે શક્ય બને તો તેનાથી ગોકુળ આઠમ, ભીમ અગિયારસને જુદી-દૂર રાખવી. શરાબ સેવનને પણ શાસ્ત્રોએ મહાપાપ કહ્યું છે, વ્યભીચારને મહાપાપ કહ્યું છે. મહાપાપોમાં ઉપપાતક પણ હોય અને મહાપાતક પણ હોય છે. કોઈની હિંસા કરવી તે મહાપાપ છે. અસત્ય બોલવું એ તો બધાથી ઉપરનું મહાપાપ છે.
ભાવનગરના મહુવા તાલુકાના કાકીડી ગામે મોરારીબાપુ વ્યાસપીઠ પરથી માનસ પિતા મહાકથા શ્રોતાઓને કહી રહ્યા છે. આજે કથાના ત્રીજા દિવસે મોરારીબાપુએ શ્રોતાઓને મહા પાપ વિશે સમજાવ્યું હતું. મહત્વનું છે કે મોરારીબાપુ વ્યાસપીઠ પરથી 945મી રામકથા કહી રહ્યા છે. કાકીડી ગામે 19થી 27 ઓક્ટોબર દરમિયાન રામકથાનું આયોજન કરાયું છે.
