Modi Government 3.0: કેન્દ્ર સરકારે પૂર્વ IPS અધિકારી અજીત ડોભાલને (Ajit Doval) ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. સત્તાવાર આદેશ અનુસાર, તેમની નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) કાર્યકાળ દરમિયાન અથવા આગામી આદેશો સુધી રહેશે.
પીકે મિશ્રા વડાપ્રધાનના મુખ્ય સચિવ પદે યથાવત
કેબિનેટની નિમણૂક સમિતિએ ડૉ. પીકે મિશ્રાને (PK Mishra) વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. પીકે મિશ્રાની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી યથાવત રહેશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમને સિનિયોરિટી ટેબલમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે.
Appointments Committee of the Cabinet approves the appointment of Dr. P.K. Mishra, lAS (Retired) as Principal Secretary to Prime Minister with effect from 10.06.2024. His appointment will be co-terminus with the term of the Prime Minister or until further orders whichever is… pic.twitter.com/9TfLd5aHZH
— ANI (@ANI) June 13, 2024
ડોભાલ ત્રીજી વખત NSA બન્યા
ડૉ. પીકે મિશ્રા વડાપ્રધાન કાર્યાલયમાં વહીવટી બાબતોને સંભાળશે, જ્યારે ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી બાબતો અને ગુપ્તચર બાબતોનું ધ્યાન રાખશે. 1968 બેચના IPS અધિકારી ડોભાલને સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આતંકવાદ વિરોધી બાબતોના જાણીતા નિષ્ણાત છે અને પરમાણુ મુદ્દાઓ પર તેમની કુશળતા માટે જાણીતા છે.
છેલ્લા એક દશકાથી વડાપ્રધાનની સાથે છે પીકે મિશ્રા
તો, પીકે મિશ્રા 1972 બેચના નિવૃત્ત અધિકારી છે. તેઓ છેલ્લા એક દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. બંને અધિકારીઓ વડાપ્રધાન મોદીના સૌથી નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.
