Anant Singh Viral Video: બિહારના બાહુબલી ધારાસભ્ય અનંતસિંહની દિકરી શિવાંગીના લગ્ન પૂર્ણ થયા છે. આ લગ્નમાં અનંત સિંહે ખુબ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ શાહી લગ્નને જોવા માટે બિહાર બહારથી પણ લોકો આવ્યા હતા. આ લગ્નમાં ઘોડા દોડની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી. આ બધાની વચ્ચે ધારાસભ્ય અનંતસિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાહુબલી નેતા પોતાના ડ્રાઈવરને કથિત રીતે લાત મારતા નજરે પડે છે. જોકે અનંત સિંહે કેમ લાત મારી અને કયા કારણે તેમને ગુસ્સો આવ્યો તે અંગે કોઈ ખુલાસો થયો નથી.
સનરૂફમાંથી બહાર આવ્યા બાદ ગમછો લહેરાવ્યો
અનંત સિંહનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ધારાસભ્ય પોતાની કારના સનરુફમાંથી બહાર આવે છે અને ગમછો લહેરાવે છે. જોકે ત્યાર બાદ અચાનક તેના ડ્રાઈવર પર ગુસ્સે થાય છે અને તેને કથિત રીતે લાત મારે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, વીડિયોના આધારે એ વાત કહેવી મુશ્કેલ છે કે, અનંતસિંહના નારાજ થવા પાછળનું કારણ શું છે અને ડ્રાઈવરને કોઈ ઈજા પહોંચી છે તે કેમ.
આ લગ્નની વિદેશમાં પણ થઈ રહી છે
તમને જણાવી દઈએ કે અનંત સિંહની દિકરીના લગ્નની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે. બીબીસીથી લઈને ધ ગાર્ડિયન સુધીના વિદેશી ન્યૂઝ પેપરમાં પણ તેનો ઉલ્લેખ છે. છોટે સરકારના નામથી જાણીતા અનંત સિંહ દિકરીના લગ્નના આયોજનમાં કોઈ કસર છોડી નહોતી. આ લગ્નમાં થયેલ ભવ્ય ભોજન વ્યવસ્થા, ઘોડા દોડ અને કારના કાફલા સહિતના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ લગ્નમાં અનેક વીવીઆઈપી મહેમાનો સામેલ થયા હતા.
શિવાંગની લગ્નમાં વર્દી પહેરી ભોજન પીરસનાર જવાન સસ્પેન્ડ
તો બીજો એક વિવાદ પણ સામે આવ્યો છે. જેમાં અનંત સિંહની દિકરી શિવાંગીના લગ્નમાં વર્દી પહેરી ભોજન પીરસનાર હોમગાર્ડ જવાનને લાઈન હાજર કરવામાં આવ્યો હતો. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પટના ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે, હોમગાર્ડ જવાનની ડ્યૂટી લગ્નમાં ટ્રાફીક વ્યવસ્થા સંભાળવા માટેની હતી. પરંતુ તે લગ્ન સમારોહમાં ભોજન પીરસવા લાગ્યો હતો. વિવાદ વધતા ટ્રાફીક એસપી સાગર કુમારે તેને તાત્કાલિક હેડક્વાર્ટર ખાતે હાજર થવા આદેશ આપ્યો હતો.
