Milk Price Hike: મોંઘવારીના મોરચે સામાન્ય માણસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. મધર ડેરી બાદ હવે અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ વર્તમાન દર કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. અમુલે અમુલ સ્ટાન્ડર્ડ, અમુલ બફેલો મિલ્ક, અમુલ ગોલ્ડ, અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમુલ ચાઈ મજા, અમુલ તાઝા અને અમુલ ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. તે ગુરુવાર સવારથી એટલે કે 1 મે, 2025થી અમલમાં આવશે.
કઈ કઈ પ્રોડક્ટમાં ભાવ વધ્યા?
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, આણંદ દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, અમૂલ સ્ટાન્ડર્ડ દૂધનો ભાવ 500 મિલી પેક દીઠ 30 રૂપિયાથી વધારીને 31 રૂપિયા કરી દીધા છે. અમૂલ બફર્ડ મિલ્ક 36 રૂપિયાથી વધારીને 37 રૂપિયા અને અમૂલ ગોલ્ડ મિલ્ક 33 રૂપિયાથી વધારીને 34 રૂપિયા પ્રતિ 500 મિલી થયું છે. આ ઉપરાંત 1 લિટર અમૂલ ગોલ્ડ મિલ્ક 65 રૂપિયાથી વધારીને 67 રૂપિયા, અમૂલ ટી સ્પેશિયલ 31 રૂપિયાથી વધારીને 33 રૂપિયા અને અમૂલ ટોન્ડ મિલ્ક 27 રૂપિયાથી વધારીને 28 રૂપિયા પ્રતિ 500 મિલી કરવામાં આવ્યું છે.
Amul revises the price of Amul Standard, Amul Baffalo Milk, Amul Gold, Amul Slim n Trim, Amul Chai Mazza, Amul Taaza and Amul Cow Milk; prices go up by Rs 2. This comes into effect from tomorrow morning, 1st May 2025. pic.twitter.com/4NCalmJWPE
— ANI (@ANI) April 30, 2025
જો દૂધના ભાવ વધશે તો શું થશે?
દૂધના ભાવમાં વધારો થવાથી લોકો પર મોટા પાયે અસર પડશે. દૂધના ભાવમાં વધારાથી ઘરના બજેટ પર અસર પડશે, દૂધના ઉત્પાદનો મોંઘા થશે. આ સાથે, બાળકો અને વૃદ્ધોના પોષણ પર અસર પડશે. ઉપરાંત, સરકાર પર કિંમતોને નિયંત્રિત કરવા માટે દબાણ રહેશે.
