MP CM Mohan Yadav: મધ્ય પ્રદેશના નવા CM મોહન યાદવ આશરે 40 વર્ષની લાંબી સંઘર્ષમય કારકિર્દી ધરાવે છે,RSSના પણ છે ખાસ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 Dec 2023 05:03 PM (IST)Updated: Mon, 11 Dec 2023 05:29 PM (IST)
meet-ujjain-south-mla-mohan-yadav-who-becomes-new-mp-cm-chief-minister-madhya-pradesh-latest-news

Who Is Mohan Yadav: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી (Madhya Pradesh CM) તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આશરે 41 વર્ષની લાંબી સંઘર્ષમય કરિયર ધરાવે છે. તેમણે માધવ વિજ્ઞાન યુનિવર્સિટીથી વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. પક્ષમાં તેમણે અનેક પદો પર રહ્યા બાદ શિવરાજ સરકારમાં પ્રધાન બનવાની તક મળી હતી.

કેટલાક નિવેદનોને લઈ સતત પ્રદેશમાં ચર્ચામાં રહ્યા હતા. તેમણે વર્ષ 1982માં માધવ વિજ્ઞાન મહાવિદ્યાલય છાત્રસંઘના સહ-સચિવ તથા વર્ષ 1984માં માધવ વિજ્ઞાન મહાવિદ્યાલય છાત્રસંઘના અધ્યક્ષ રહ્યા છે.

ડો.મોહન યાદવ (Mohan Yadav) ઉજ્જૈન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમનો જન્મ 25મી માર્ચ 1965ના રોજ થયો હતો. પિતાનું નામ પૂનમચંદ યાદવ છે. મોહન યાદવને બે દીકરા અને એક દીકરી છે. મોહન યાદવે પીએચડી પણ કર્યું છે. આ સાથે તેમમે MBA અને LLB પણ કર્યું છે. તેઓ કારોબાર તથા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

તેઓ વર્ષ 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉજ્જૈનના નગરમંત્રી તથા વર્ષ 1986માં વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત તેઓ વર્ષ 1988માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મધ્ય પ્રદેશના પ્રદેશ સહમંત્રી તથા રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યા છે. વર્ષ 1989-90માં પરિષદના પ્રદેશ યુનિટના પ્રદેશ મંત્રી તથા વર્ષ 1991-92માં પરિષદના રાષ્ટ્રીય મંત્રી રહી ચુક્યા છે. વર્ષ 1993-95માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉજ્જૈનનગરના સહ ખંડ કાર્યવાહ રહ્યા હતા.

સંઘમાં સક્રિય રહેવાને લીધે મોહન યાદવ વર્ષ 1997માં ભાજયુમો પ્રદેશ સમિતિમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ વર્ષ 1998માં પશ્ચિમ રેલવેબોર્ડની સલાહકાર સમિતિના સભ્ય પણ બન્યા.ત્યારબાદ તેમણે અનેક સંગઠનોમાં અલગ-અલગ પદો પર કામ કર્યું છે. વર્ષ 2004-2010 વચ્ચે ઉજ્જેન વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ રહ્યા હતા. વર્ષ 2011-13માં મધ્ય પ્રદેશ રાજ્ય પર્યટન વિકાસ નિગમ, ભોપાલના અધ્યક્ષ (કેબિનેટ મંત્રી) પણ બન્યા.

વર્ષ 2013માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. વર્ષ 2018માં પણ પક્ષે તેમની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ચૂંટણી જીતવામાં સફળતા મેળવી. વર્ષ 2020માં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે મોહન યાદવ ફરી વખત પ્રધાન બન્યા.

વર્ષ 2020માં ચૂંટણી પંચે મોહન યાદવને વાંધાજનક ભાષા માટે નોટિસ પાઠવી હતી. એક દિવસ માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુક્યો હતો. આ સાથે જ વર્ષ 2021માં મોહન યાદવે તે સમયે વિવાદનો ભાગ બન્યા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.