MP CM Name: મધ્યપ્રદેશમાં મોહન યાદવ CM તો જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા બન્યા ડેપ્યુટી CM, નરેન્દ્રસિંહ તોમર બનશે સ્પીકર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 11 Dec 2023 04:46 PM (IST)Updated: Mon, 11 Dec 2023 05:17 PM (IST)
mp-cm-name-mohan-yadav-who-is-the-new-chief-minister-of-madhya-pradesh-mla-meeting-begins

MP CM Name: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ સંભાળશે, તેણે લઈને છેલ્લાં ઘણાં દિવસથી જોવા મળતું સસ્પેન્સ આજે ખતમ થઈ ગયું છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામે સહમતિ બની ગઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય છે. મોહન યાદવને સંઘના નજીકના માનવામાં આવે છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ છત્તીસગઢની જેમ બે ડેપ્યુટી CM હશે. મધ્યપ્રદેશમાં રાજેશ શુક્લા અને જગદીશ દેવડાને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે, જ્યારે સીનિયર લીડર નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

જાણકારી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે જ મોહન યાદવના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં રાખ્યો હતો. આ જાહેરાતની સાથે જ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે. હવે પ્રદેશની કમાન મોહન યાદવના હાથોમાં હશે. આ મહત્વના નિર્ણય પહેલા ભાજપના હાઈકમાન્ડે આજે ભોપાલમાં પર્યવેક્ષકોની ટીમ મોકલી હતી. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, આશા લાકડા અને લક્ષ્મણના નામ સામેલ છે.

ભોપાલ પહોંચ્યા બાદ મનોહરલાલ ખટ્ટર અને અન્ય પર્યવેક્ષકો મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે સૌથી પહેલા શિવરાજ સિંહ સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ ખટ્ટર ભાજપ હાઈકમાન્ડના ફરમાનને લઈને દિલ્હીથી પહોંચ્યા હતા. ખટ્ટરના ભોપાલના પહોંચ્યા બાદ પણ નડ્ડા સતત તેમના સાથે સંપર્કમાં હતા.

ભાજપે 17 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં 230 સભ્યવાળી વિધાનસભામાં 163 સીટ જીતીને મધ્યપ્રદેશમાં સત્તા યથાવત રાખી છે, જ્યારે કોંગ્રેસ 66 સીટની સાથે બીજા સ્થાને રહી છે. ભાજપે ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે કોઈ ફેસ જાહેર કર્યો ન હતો. એક રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર અભિયાન વડાપ્રધાન મોદીની અપીલ પર ટકેલું હતું. આ બેઠક પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું એક ફોટો સેશન થયું હતું.

મુખ્યમંત્રીની રેસમાં CM શિવરાજ સિંહ ચૌહાણની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહ્લાદ પટેલ અને વીડી શર્માના નામ સામેલ હતા. તમામ સવાલો અને અટકળો વચ્ચે ભોપાલમાં હલચલ વધી ગઈ હતી. ધારાસભ્ય દળની બેઠક માટે CM શિવરાજ સિંહે ચૌહાણની સાથે જ પર્યવેક્ષક ભોપાલના ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.