23 Crore Price Buffalo Anmol: રાજસ્થાનમાં 9 નવેમ્બરથી પુષ્કર મેળો શરૂ થઈ ગયો છે. જે 15 નવેમ્બર સુધી ચાલશે. પશુઓનો આ મેળો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ મેળામાં પશુના માલિકો તેમના પશુ સાથે આવે છે. જ્યાં પશુઓની ખરીદી અને વેચવામાં આવે છે. જ્યારે અનેક લોકો તેમના પશુઓને દેખાડવા માટે પણ લાવે છે.

ત્યારે પુષ્કર મેળામાં એક ભેંસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો તેની બાજુમાં ઉભા રહીને તેની સાથે સેલ્ફી પડાવી રહ્યા છે. આ ભેંસની કિંમત 23 કરોડ રુપિયા સુધી બોલાઈ છે. છતાં માલિકે તેને વેચવાથી ના પાડી દીધી છે. જેમાં એક ભેંસ કે જેનું નામ અનમોલ છે. માલિક હરિયાણાના સિરસાથી પોતાની ભેંસને મેળામાં લાવ્યો છે. આ ભેંસની ઉંમર 8 વર્ષ અને 2 મહિના છે. જે મુર્રા જાતિની છે.

આ અનમોલ ભેંસની રખેવાળી પણ અનોખી રીતે કરવામાં આવે છે. આ ભેંસની સેવામાં ચાર લોકો હાજર રહે છે. અનમોલના માલિક જગતાર સિંહે જણાવ્યું કે તેને રોજ કાજુ, બદામ, કેળા, સેવ, ઈંડા, દૂધ, સોયાબીન, મકાઈ, ચણા ખવડાવવામાં આવે છે. તેની ઉંચાઈ 5 ફુટ અને 8 ઈંચ છે. લંબાઈ 13 ફુટ છે. અનમોલનું વજન લગભગ 1500 કિલો છે.
આ પણ વાંચો

વહેલી સવારે જ્યારે અનમોલ ઉઠે છે ત્યારે તેને નાસ્તામાં કાજુ બદામ પીરસવામાં આવે છે. દેશી ઘીની સાથે દૂધ આપવામાં આવે છે. ભેંસની સરસવના તેલથી રોજ માલિશ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ પાણીથી તેને નવડાવવામાં આવે છે. પછી સ્વચ્છ કપડાથી સાફ કરી ખુલ્લામાં છોડી દેવામાં આવે છે.
અનમોલના સ્પર્મથી કમાણી

ભેંસના માલિકે જણાવ્યું કે આ ભેંસની નસ્લની શુદ્ધતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પર્મ છે. જેનાથી સારી નસ્લ પેદા કરી શકાય છે. આ સ્પર્મની માંગ સૌથી વધારે છે. અઠવાડિયે બે વાર આ ભેંસનું સ્પર્મ કાઢવામાં આવે છે. એક વાર સ્પર્મ કાઢ્યા બાદ તેનાથી 300 થી 900 માદા ભેંસને ગર્ભવતી કરી શકાય છે.
