Maharashtra: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની જાહેરાત આવતીકાલે થશે! 5મી ડિસેમ્બરે યોજાશે શપથ ગ્રહણ સમારંભ

રવિવારે મહારાષ્ટ્રના સતારા ખાતે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આવતીકાલે થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 01 Dec 2024 07:11 PM (IST)Updated: Sun, 01 Dec 2024 07:11 PM (IST)
maharashtra-new-chief-minister-cm-name-announced-tomorrow
HIGHLIGHTS
  • એકનાથ શિંદેએ કહ્યું કે મે પાર્ટીના નેતૃત્વમાં બિનશરતી ટેકો આપ્યો છે
  • છેલ્લા 2.5 વર્ષમાં અમારી સરકારનું કામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

Maharashtra: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ બાદથી મુખ્યમંત્રીના નામને લઈ મંથન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈ દિલ્હી ખાતે અનેક બેઠકોનો દોર યોજાઈ ચુક્યો છે. રવિવારે મહારાષ્ટ્રના સતારા ખાતે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આવતીકાલે થશે.

અમે સૌનું ધ્યાન રાખી છીએ
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે હવે હું ઠીક છું. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ બાદ હું અહી આરામ કરી રહ્યો હતો. મે મારા CM તરીકેના કાર્યકાળ દરમિયાન ક્યારેય રજા લીધી ન હતી. લોકો મને મળવા માટે અહીં આવે છે. અમે હંમેશા લોકોની વાત સાંભળી છે અને આ સરકાર પણ સૌની વાત સાંભળશે.

PMના નિર્ણયનુ સમર્થન
એકનાથ શિંદેએ કહ્યું કે મે પાર્ટીના નેતૃત્વમાં બિનશરતી ટેકો આપ્યો છે અને હું તેમના નિર્ણયને સમર્થન કરીશ. છેલ્લા 2.5 વર્ષમાં અમારી સરકારનું કામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ કારણથી જ તો લોકોએ અને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે અને વિપક્ષને વિપક્ષના નેતા પસંદ કરવાની પણ તક આપી નથી. CM ઉમેદવાર અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.

મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારંભ પાંચ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગે યોજાશે. ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ તેમના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી છે કે મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારંભ પાંચમી ડિસેમ્બરે સાંજે પાંચ વાગે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.