Kolkata stampede:ભારે વરસાદ વચ્ચે પંડાલમાં ભીડ એકત્રિત થઈ ગઈ, કોલકાતા પોલીસે ઘટના અંગે કરી સ્પષ્ટતા

પોલીસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે સાંજે આશરે 7:40 વાગે વરસાદની સ્થિતિ વચ્ચે પંડાલમાં ફરવા આવેલા લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી,

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 18 Oct 2026 12:01 AM (IST)Updated: Sun, 18 Oct 2026 12:01 AM (IST)
large-crowd-gathered-at-durga-puja-pandal-amidst-heavy-rain-kolkata-police-issued-clarification

Durga Puja Pandal Incident:કોલકાતાના ચોરબગાન જાહેર દુર્ગાપૂજા પંડાલમાં સર્જાયેલી ભાગદોડ અંગે પોલીસ અધિકારીઓએ ન્યુઝ એજન્સીઓને ખાસ માહિતી આપી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે વરસાદને લીધે લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જેને લીધે ઓચિંતા જ ભાગદોડ સર્જાઈ હતી.

પોલીસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે સાંજે આશરે 7:40 વાગે વરસાદની સ્થિતિ વચ્ચે પંડાલમાં ફરવા આવેલા લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી, તેને લીધે ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશન હેઠળ આવતા શારદા પાર્ક(ચોર બાગા) પૂજા પંડાલના બહાર નિકળવાના દરવાજા પર ભારે ભીડ વચ્ચે ભાગદોડ સર્જાઈ હતી.

હવે આ પૂજા પંડાલને દર્શકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર માટે MCH (મેડિકલ કોલેજ હોસ્પિટલ) મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે 35 લોકોને હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ મૃતકોના પરિવારજનો તથા ઈજાગ્રસ્તોને આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.