Success Story: ભારતમાં UPSCની પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરીને ઉમેદવારો IAS બનવાનું સપનું રાખતા હોય છે. UPSCની પરીક્ષામાં ત્રણ સ્ટેજ બાદ સફળતા મળતી હોય છે. જેમાં પ્રથમ પ્રિલીમિનરી પરીક્ષા, પછી મેઈન્સ પરીક્ષા અને છેલ્લે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવતું હોય છે. જો કે, આ પરીક્ષામાં લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડાંક ઉમેદવારો જ સફળતા મળે છે. આજે અમે આપને એક એવા ઓફિસરની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પહેલા પાસ કરી UPSCની પરીક્ષા , પછી આવ્યું UPPCSનું પરિણામ અને બન્યા SDM.
કહાની અર્ણવ મિશ્રાની
અમે વાત કરી રહ્યા છીએ અર્ણવ મિશ્રાની. અર્ણવે UPSCની પરીક્ષા આપી હતી આ સિવાય PCSની પણ પરીક્ષા આપી હતી. UPSCમાં તેમનું નામ પ્રથમ યાદીમાં નહોતું આવ્યું, પરંતુ જ્યારે બીજી યાદી આવી ત્યારે તેઓ IAS ઓફિસર બની ગયા. UPSC પરિણામના 9 દિવસ પછી PCSનું પરિણામ આવ્યું અને અર્ણવ મિશ્રા તેમાં 16મો રેન્ક મેળવીને SDM બન્યા.
સખત મહેનતથી હાંસલ કર્યું લક્ષ્ય
તેમણે IIT જોધપુરથી એન્જિનિયરિંગ કર્યા બાદ થોડો સમય નોકરી પણ કરી. આ પછી તેમણે વહીવટી સેવાઓમાં જવાના ઉદ્દેશ્યથી સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની તૈયારી કરી. તેમની મોટી બહેન ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. તેમની બહેનનું નામ આરુષિ મિશ્રા છે. જેમાંથી તેમને મોટિવેશન મળ્યું. અર્ણવ મિશ્રાએ જણાવ્યું કે, સખત મહેનત, લગન અને પારિવારિક માહોલની મદદથી તેમણે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે.
તેમની બહેન અને જીજાજી પણ IAS અધિકારી
તેઓ તેમની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેમના માતા-પિતા ઉપરાંત મોટી બહેન અને જીજાજીના કુશળ માર્ગદર્શન, પરિવારના સહકાર અને શિક્ષકોને આપે છે. નોંધનીય બાબત એ છે કે, આ પહેલા અર્ણવ મિશ્રાની મોટી બહેન આરુષિ મિશ્રાએ પણ ભારતીય વહીવટી સેવા, ભારતીય વન સેવા અને ઉત્તર પ્રદેશ લોક સેવામાં પણ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આરુષિ મિશ્રા અને તેમના પતિ પ્રકાશ ગૌડ પણ ઉત્તર પ્રદેશ કેડરના IAS ઓફિસર છે. આરુષિ મિશ્રાએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2019માં 229મો રેન્ક મેળવ્યો હતો.