જાગરણ સાહિત્ય સૃજન સન્માન પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું-અરાજકતા ફેલાવવાનો કોઈને પણ અધિકાર નથી

દૈનિક જાગરણના ભૂતપૂર્વ મુખ્ય સંપાદક નરેન્દ્ર મોહનની જયંતી નિમિત્તે બુદ્ધિનાથ મિશ્રને દૈનિક જાગરણ સાહિત્ય સૃજન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Oct 2026 09:14 PM (IST)Updated: Sat, 10 Oct 2026 09:14 PM (IST)
jagran-sahitya-srijan-samman-2026-defence-minister-rajnath-singh-stated-on-narendra-mohan-jayanti

Jagran Sahitya Srijan Samman,Narendra Mohan Jayanti:દૈનિક જાગરણના ભૂતપૂર્વ મુખ્ય સંપાદક અને લેખક નરેન્દ્ર મોહનજીની જયંતી પ્રસંગે બુદ્ધિનાથ મિશ્રને દૈનિક જાગરણ સાહિત્ય સર્જન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

આ સન્માન અંતર્ગત પસંદગી પામેલા બુદ્ધિનાથ મિશ્રને રૂપિયા 11 લાખની સન્માન રકમ ઉપરાંત સ્મૃતિ ચિન્હ એનાયત કરવામાં આવ્યું છે. દૈનિક જાગરણ સાહિત્ય સૃજન સન્માન કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે નરેન્દ્ર મોહનજીએ પત્રકારિતાના મૂલ્યો તથા આદર્શોને સર્વોપરી રાખ્યા હતા.

તેમણે કહ્યું કે જ્યારે ઈમર્જન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે તેમણે એડિટોરિયલમાં નયા લોકતંત્ર?, સેન્સર લાગુ, શાંત રહે! લખીને કોલમને ખાલી જ છોડી દીધી હતી. આ ખાલી કોલમની જગ્યા વિરોધનું પ્રતીક હતું. આ રીતે તેમણે અભિવ્યક્તિની આઝાદી પર લાગેલા નિયંત્રણ સામે અવાજ ઉઠાવ્યો હતો.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે નરેન્દ્ર નાથ મોહનજી એક પત્રકાર હોવા સાથે સાથે એક લેખક પણ હતા.

તેમણે કહ્યું કે હું માનુ છું કે સમાજને આગળ વધવા માટે જનરેશન ચેન્જ ખૂબ જ જરૂરી છે. જનરેન કોન્ફ્યુએન્સ અનેક જનરેશનને લઈ સંગમ છે. પેઢીઓ સુધી પરિવર્તન સાથે સમાજનું વિસ્તરણ થાય છે. જનરેશનમાં પરિવર્તન અને ગેપ હંમેશા નેગેટિવ નથી હોતું. તે નોલેજ, ઈનોવેશન અને પ્રોગ્રેસનો મહત્વનો આધાર છે. Gen Z એ ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા વચ્ચે પોતાનું જીવન જીવ્યા છે. હવે સંવાદની પદ્ધતિ બદલાઈ છે, મનોરંજનની રીત પણ બદલાઈ છે.

વર્ષ 1947માં ટ્રાન્ઝીસ્ટરનો આવિષ્કાર થયો. આ આવિષ્કાર આજે સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝનો આધાર બની ગયેલ છે. વર્ષ 1950માં ઈલન ટ્યુરીએ ટ્યુરિંગ ટેસ્ટનો વિચાર રજૂ કર્યો હતો. ત્યારબાદ લોકોએ આ અંગે રિસર્ચ કર્યું અને આ તમામ બાબતોએ આજના AIને લગતા માર્ગને મોકળો બનાવ્યો છે.

 

નીતિયો ઘડવાના સમયે આપણે એવો વિચાર કરવો જોઈએ કે આગામી પેઢીને તેનાથી કેવી રીતે ફાયદો થઈ શકે છે. અને અમારી સરકારની આ દિશામાં કામ કરી રહી છે.

તેમણે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સોશિયલ મીડિયા માટે લઘુતમ ઉંમર નક્કી કરવામાં આવે. કેટલાક લોકો તેનો વિરોધ કરશે. જોકે અમે તેના માટે યોગ્ય પગલાં ભરશું, જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

સંરક્ષણ પ્રધાને કહ્યું કે આ દરમિયાન લીડરશિપ, વિઝન, કરેજ અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ પણ ખૂબ જરૂરી છે. જે યુવાનો અનિશ્ચિતતામાં નિર્ણય લઈ શકશે, લોકોને સાથે લઈ ચાલી શકશે અને પરિવર્તનને અપનાવવામાં સહાય કરશે. તેઓ AIના તબક્કામાં પણ આગળ વધશે અને ભવિશ્યનું ઘડતર કરશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ વિવેચનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમારું લક્ષ્યાંક એ સુનિશ્ચિત કરવાનું છે કે યુવાનો આ બદલાતા ટેકનોલોજીકલ યુગમાં ફક્ત નોકરી શોધનારા ન બને પરંતુ તેમના નેતૃત્વ અને નવીનતા દ્વારા તેઓ રોજગાર સર્જકો અને આગામી પેઢીના નેતા બને.

તેમણે કહ્યું કે ભવિષ્ય પર કેન્દ્રિત પેઢી વધુ સ્વ-પ્રેરિત હોય છે, સીમાઓથી આગળ વિચારે છે અને વિશ્વને વ્યાપક દ્રષ્ટિકોણથી જુએ છે. પરંતુ પ્રગતિ ક્યારેય શાણપણના ભોગે ન થવી જોઈએ. પાછલી પેઢી પોતાની સાથે અનુભવો, મૂલ્યો અને બોધપાઠ લઈ શકે છે જે ફક્ત સમય જ શીખવી શકે છે.

એક-બીજાના તફાવતના આધાર પર અભિપ્રાય બનાવવાને બદલે બન્ને પેઢીઓએ એકબીજાને સમજવા, સન્માન કરવા અને એકબીજાથી આગળ નિકળવાનું શીખવું જોઈએ. છેવટે ભવિષ્યને ઈનોવેશનની જરૂર છે, પણ તેને અતીતની સમજદારી પણ જરૂરી છે.તેમણે કહ્યું કે દેશમાં અરાજકતા ફેલાવવાનો કોઈને પણ અધિકાર નથી. 

તેમણે કહ્યું કે આજની યુવા પેઢી, ઝેન-જી ખૂબ જ જાગૃત છે. તેઓ તેમની જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે. તેઓ પશ્ચિમી હિતો દ્વારા થોડા સમય માટે ગેરમાર્ગે દોરાઈ શકે છે પરંતુ તેમને રાષ્ટ્ર નિર્માણના ધ્યેયથી ક્યારેય વિચલિત કરી શકાતા નથી.અમને યુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ છે, પણ વિશ્વાસ સાથે જવાબદારી પણ સંકળાયેલ છે. તમામ મૂલ્યો સાથે લઈને આપણા યુવાનો દેશના વિકાસમાં યોગદાન આપતા રહેશે.