India Summon German Envoy: બેબી અરિહાની વતન વાપસીને લઈને ભારતનું કડક વલણ, જર્મનીના રાજદૂતને સમન મોકલ્યું

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 03 Aug 2023 09:52 PM (IST)Updated: Thu, 03 Aug 2023 09:52 PM (IST)
indias-tough-stance-on-baby-arihas-return-to-her-homeland-summons-german-envoy

India Summon German Envoy: જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બેબી અરિહા શાહ મામલાએ એક વખત ફરી તૂલ પકડ્યું છે. અરિહા નામની બાળકીને જર્મનીના ફોસ્ટર કેરમાં લગભગ 20 મહિનાથી રાખવામાં આવી છે. આ કેસમાં બાળકીની માતા સતત મોદી સરકારને હસ્તક્ષેપ કરવાની માગ કરે છે. આ કેસમાં સરકારે આ સપ્તાહે જર્મનીના રાજદૂતને સમન મોકલ્યું હતું.

ભારતીય બાળકી અરિહાને સ્વદેશ મોકલવા માટે ભારતે આ સપ્તાહે જર્મનીના રાજદૂત ફિલીપ એકરમેનને સમન મોકલ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું કહેવું છે કે- અરિહાના કેસને લઈને આ સપ્તાહે એકરમેનને બોલાવવામાં આવ્યા હતા. ભારતનું કહેવું છે કે બાળક માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ હોવું ઘણું જ મહત્વપૂર્ણ છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અરિહા કેસને લઈને જર્મનના વિદેશ મંત્રી એનાલેના બાયરબૉક સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. પરિવારનો આરોપ છે કે બાળકીને બર્લિનમાં 20 મહિનાથી ફોસ્ટર કેર સેન્ટરમાં રાખવામાં આવી છે.

શું છે કેસ?
ગુજરાતનું એક દંપતિ છેલ્લાં દોઢ વર્ષથી પોતાની બાળકીથી હજારો માઈલ દૂર છે અને તેઓ પોતાની બાળકીને મળવાની ગુહાર લગાવી રહ્યાં છે. અમદાવાદના ભાવેશ અને ધારા હિન્દુસ્તાનમાં છે જ્યારે તેમની બે વર્ષની દીકરી અરિહા જર્મનીમાં છે.

સપ્ટેમ્બર 2021માં આ પરિવાર વર્ક વીઝા પર જર્મનીના બર્લિન ગયો. આ ગુજરાતી પરિવારની દુનિયા તે સમયે વિખેરાઈ ગઈ જ્યારે અરિહાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઈ અને હોસ્પિટલ લઈ જતા મા-બાપ પર જ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો. જે બાદ અરિહાને પ્રશાસને ફોસ્ટર કેર હોમમાં મોકલી દીધી. સપ્ટેમ્બર 2021 પછીથી આ પરિવાર અરિહાની કસ્ટડી માટે કાયદાકીય જંગ લડી રહ્યો છે.

આ દપત્તિ છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી આજીજી કરે છે કે તેમણે તેમની દીકરી પરત કરો. ડોકટરને અરિહાના ડાઈપરમાં લોહી મળ્યું હતું જે બાદ બાળકીને પ્રશાસને ફોસ્ટર કેર હોમ મોકલી દીધી. અરિહા ત્યારથી જ ફોસ્ટર કેર હોમમાં રહે છે.

અરિહાની માતા ધરાનું કહેવું છે કે- આ વર્ષે ઓગસ્ટના અંતમાં અરિહાને ફોસ્ટર કેર હોમમાં બે વર્ષ પૂરાં થશે. જર્મની સરકારે નિયમો અંતર્ગત જો કોઈ બાળકને ફોસ્ટર કેર હોમમાં રહેતા બે વર્ષ થઈ જાય છે તો તે બાળકને તેના મા-બાપને પરત આપવામાં નથી આવતું.

અરિહાની માતાનો વિરોધ
આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં અરિહાની માતા ધારા શાહ પોતાની બાળકીની કસ્ટડી મેળવવા માટે ગુજરાતમાં ભાજપની ઓફિસની બહાર ધરણાં પર બેઠાં હતા. તેમની માગ છે કે વડાપ્રધાન મોદી આ મામલે હસ્તક્ષેપ કરીને તેમની મદદ કરે. ધારા શાહની અપીલ છે કે હવે માત્ર વડાપ્રધાન મોદી જ તેમની મદદ કરી શકે છે. ધારાનું કહેવું છે કે મોદી આ મામલે હસ્તક્ષેપ કરીને તેમની દીકરીને તેમના સુધી પહોંચાડવામાં મદદ કરે. મા ધારાનું કહેવું છે કે તેમની દીકરી હાલ કોઈ ઈસાઈ પરિવાર પાસે છે અને તેણે જર્મન ભાષા બોલવાનું શરુ કરી દીધું છે. તેમનું કહેવું છે કે મામલાની સુનાવણીમાં વર્ષો લાગી શકે છે. પરંતુ ત્યાં સુધીમાં તેમણે અરિહાની કસ્ટડી મળવી જોઈએ કે તેણે કોઈ સંબંધીને સોંપી દેવી જોઈએ. દીકરી અરિહાની કસ્ટડીની માગને લઈને તેના માતા-પિતા જંતરમંતર પર પણ પ્રદર્શન કરી ચુક્યા છે.