Agniveer Bharti 2025: આજથી અગ્નિવીર ભરતી માટે અરજી શરૂ, અહીં મેળવી લો યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો અને પગાર સહિતની તમામ જાણકારી

Agniveer Bharti 2025: આજથી અગ્નિવીર યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આર્ટિકલમાં મેળવો યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, પગાર સહિતની તમામ જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 12 Mar 2025 10:24 AM (IST)Updated: Wed 12 Mar 2025 10:24 AM (IST)
indian-army-agniveer-recruitment-2025-online-form-notification-eligibility-educational-qualification-age-limit-last-date-and-other-details-489755

Agniveer Recruitment 2025 (અગ્નિવીર ભરતી 2025): ભારતીય સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આજથી વર્ષ 2025 માટે અગ્નિવીર યોજના અંતર્ગત નવી ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત, યુવાનોને ચાર વર્ષ માટે ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપવાની તક મળશે. આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો માટે યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, પગાર અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા સહિતની તમામ જાણકારી અહીં મેળવો.

Agniveer Recruitment 2025 (અગ્નિવીર ભરતી 2025): પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ સૂચિત ટ્રેડ મુજબ ધોરણ 8, 10 અથવા 12 પાસ કરેલું હોવું જોઈએ. જનરલ ડ્યુટી જેવી ભૂમિકાઓ માટે, ધોરણ 10 પાસ કરવું ફરજિયાત છે, જેમાં 45% કુલ ગુણ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ હોવા જોઈએ.

વય મર્યાદા: અગ્નિવીર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર સામાન્ય રીતે 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Agniveer Recruitment 2025 (અગ્નિવીર ભરતી 2025): પસંદગી પ્રક્રિયા

  • કમ્પ્યુટર આધારિત કસોટી (CEE): સૌપ્રથમ, ઉમેદવારોએ બહુવિધ પસંદગીના પ્રશ્નો ધરાવતી લેખિત પરીક્ષા આપવી પડશે.
  • શારીરિક કસોટી (PET): લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ શારીરિક કસોટીમાંથી પસાર થવું પડશે. આ કસોટીમાં દોડ, પુલ-અપ્સ અને ઝિગ-ઝેગ બેલેન્સિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
  • મેડિકલ કસોટી: અંતિમ તબક્કામાં ઉમેદવારની વ્યાપક શારીરિક તપાસ કરવામાં આવશે.
  • મેરિટ લિસ્ટ: મેડિકલ પરીક્ષા અને સમગ્ર પ્રદર્શનના આધારે અંતિમ પસંદગી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

Agniveer Recruitment 2025 (અગ્નિવીર ભરતી 2025): અગ્નિવીર ઓનલાઈન અરજી પ્રક્રિયા: ફોર્મ કેવી રીતે ભરવું?

  • ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
  • લોગિન ઓળખપત્રો મેળવવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે લોગિન વિગતોનો ઉપયોગ કરીને અરજી ફોર્મ ઍક્સેસ કરો.
  • બધી જરૂરી વિગતો દાખલ કરીને SSC પ્રમાણપત્ર, શ્રેણી પ્રમાણપત્ર અને લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • SBI પોર્ટલ દ્વારા ₹250 + બેંક ચાર્જ ચુકવશો.
  • છેલ્લે, અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.

Agniveer Recruitment 2025 (અગ્નિવીર ભરતી 2025): મહત્વપૂર્ણ તારીખો અને પગાર

  • અરજી શરૂ થવાની તારીખ: 12 માર્ચ 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 10 એપ્રિલ 2025
  • પગાર: અગ્નિવીર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને ભથ્થાઓ સહિત દર મહિને ₹30,000 થી ₹40,000ના પગાર પેકેજનો લાભ મળશે.

Agniveer Recruitment 2025 (અગ્નિવીર ભરતી 2025): બે જગ્યાઓ માટે એક ફોર્મ

આ વખતની અગ્નિવીર ભરતી માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે – હવે ઉમેદવારો એક જ ફોર્મમાં બે વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

શા માટે આ બદલાવ કરવામાં આવ્યો છે?

  • મોટાભાગના યુવાનો જનરલ ડ્યુટી માટે અરજી કરતા હોવાથી, તે જગ્યાએ સ્પર્ધા વધી જાય છે.
  • બીજી બાજુ, અન્ય જગ્યાઓ માટે ઓછા ઉમેદવારો હોય છે.
  • આ બદલાવ યુવાનોને તેમની લાયકાત મુજબ બે જગ્યાઓ માટે એકસાથે અરજી કરવાની સુવિધા આપશે.