Bullet Trains News: ભારત વર્ષ 2030 સુધી પ્રતિ કલાક 350 કિમીન ડિઝાઈન સ્પીડ ધરાવતી સ્વદેશી હાઈ-સ્પીડ એટલે કે બુલેટ ટ્રેન બનાવશે. આ ટ્રેન જાપાનની આગામી પેઢીની E10 સિરીઝની ટ્રેન જેવી હશે, જેનું પ્રોડક્શન પણ તે વર્ષ શરૂ થવાનું છે. આ સૂચિત મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે(MAHSR) પ્રોજેક્ટના બદલાયેલા ખર્ચને મંજૂરી આપવા માટે હતો.
રેલવે મંત્રાલયના કેબિનેટે પ્રોજેક્ટને લગતા ખર્ચ અંગે મંજૂરી પણ આપી છે અને આ ખર્ચ આશરે રૂપિયા 2 લાખ કરોડથી વધારે છે. વર્ષ 2015માં તૈયાર કરવામાં આવેલ શરૂઆતી અંદાજ કરતાં આ ખર્ચ બે ગણો છે. વધેલા ખર્ચમાંથી આશરે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ બજેટથી પૂરો કરવામાં આવશે.
ટ્રેન બનાવવાની પ્રક્રિયા શરૂ
કેબિનેટને આપવામાં આવેલ માહિતી પ્રમાણે તેમણે B35 ટ્રેન બનવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે કે જ્યારે જાપાને ડિસેમ્બર 2024માં માહિતી આપી હતી કે તે વર્તમાન E5 સિરીઝ ટ્રેનોનું ઉત્પાદન ધીમે ધીમે બંધ કરવા જઈ રહ્યું છે.
તેમાં એવી માહિતી આપવામાં આવી છે કે જાપાને સંકેત આપ્યા છે કે E10 ટ્રેનોનું ઉત્પાદન વર્ષ 2030માં શરૂ થશે અને વર્ષ 2034 સુધી તે કાર્યરત થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું છે કે E10 ટ્રેનો ઉપલબ્ધ થવા અંગે તે ચલાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
ભારત પોતાની સિસ્ટમ વિકસાવશે
મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વદેશી રીતે નિર્મિત B28 હાઇ-સ્પીડ ટ્રેનોનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે, અને ભારત પોતાની ભારત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ (BTCS) પણ વિકસાવશે. આ પગલું ચીનની પોતાની CTCS સિગ્નલિંગ અને ટ્રેન કંટ્રોલ સિસ્ટમ જેવું જ છે, જે પરંપરાગત અને હાઇ-સ્પીડ રેલ નેટવર્ક પર સ્પીડ,ટ્રેન અંતર અને સલામતીનું સંચાલન કરે છે.
