Weather Updates: દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, પહાડી વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ, જાણો તમારા રાજ્યનું હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારો નજીક એક હવાનું હળવું દબાણ સર્જાયું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 28 Sep 2026 07:32 AM (IST)Updated: Mon, 28 Sep 2026 07:32 AM (IST)
india-weather-update-28-september-heavy-rainfall-alert-18-states
આજનું હવામાન

India Weather Update: દેશના વિવિધ ભાગોમાં હવામાન પેટર્નમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ બાદ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે, 28 સપ્ટેમ્બરના રોજ દેશના 18 રાજ્યોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ માટે ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન લગભગ 60 km/h ની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારો નજીક એક હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર આંદામાન સમુદ્ર અને મ્યાનમારના ઇરાવદી ડેલ્ટા તરફ આગળ વધશે. ત્યારબાદ તે મ્યાનમાર-બાંગ્લાદેશના દરિયાકાંઠે થઈને ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વીય ભાગ તરફ આગળ વધવાની શક્યતા છે.

આ લો-પ્રેશર સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

પહાડી રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ

હવામાન વિભાગે પ્રવાસીઓને ચેતવણી આપતાં જણાવ્યું છે કે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડનું ભારે જોખમ તોળાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નોર, શિમલા અને સિરમૌર જિલ્લાઓ તેમજ ઉત્તરાખંડના ઉત્તરકાશી, દેહરાદૂન, ટિહરી ગઢવાલ, ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં અચાનક પૂર આવી શકે છે. જો તમે પહાડી વિસ્તારોમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો હવામાનની સ્થિતિ તપાસીને જ આગળ વધવું.

દિલ્હીનું હવામાન

રાજધાની દિલ્હીમાં આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 20°C સુધી જઈ શકે છે. જોકે, 29 સપ્ટેમ્બરે આકાશ સ્વચ્છ થશે અને બપોર પછી વાયવ્ય દિશામાંથી 18 km/h ની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તર પ્રદેશનું હવામાન

ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂર્વીય અને પશ્ચિમી યુપીમાં ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, કારણ કે લો-પ્રેશર સિસ્ટમ નબળી પડી રહી છે.

બિહાર અને ઝારખંડનું હવામાન

બિહારમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેવી જ રીતે, ઝારખંડમાં પણ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે.

મધ્ય પ્રદેશનું હવામાન

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 28 થી 30 સપ્ટેમ્બર અને પૂર્વ મધ્ય પ્રદેશમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ રહેશે.